આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ બોલીવુડના અભિનેતા સેફઅલીખાને કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કરેલા છે. સૈફ અલી ખાને પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે કર્યા હતા જેના દ્વારા તેને બે બાળકો છે જેમાંની એક પુત્રી એટલે બોલીવુડની મહાન હસ્તી સારા અલી ખાન. સારા અલી ખાન પણ હવે બોલીવુડમાં પગ મૂકી ચૂકી છે અને એક થી એક ચડિયાતા મુવીઓમાં કામ કરી રહી છે.
સેફ અલી ખાન અને કરીના કપૂર ખાન અને હાલમાં બે બાળકો છે તેમુર અને જહાંગીર પરંતુ સેફ અલી ખાન કરીના કપૂર ખાનના બાળકો અને તેની પ્રથમ પત્ની અમૃતા સિંહના બંને બાળકોને સરખો એવો પ્રેમ આપતા જોવા મળે છે. હાલમાં સેફ અલી ખાન અને તેની પુત્રી સારા અલી ખાન કોફી વિથ કરણના શોમાં પહોંચ્યા હતા. જેમાં સારા અલી ખાનને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં સારા અલીખાને ચોંકાવનાર જવાબો આપ્યા.
કોફી વિથ કરણ માં પિતા સાથે પહોંચેલ સારા અલી ખાનને તેના અને કરીના કપૂર ખાનના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારા અલીખાને જણાવ્યું હતું કે કરીના કપૂર ખાન અને તે પોતે માતા પુત્રી તરીકે નહીં પરંતુ એક સારા મિત્ર તરીકે રહેવાનું પસંદ કરે છે. કારણ કે સારા અલી ખાન પાસે તો તેની માતા અમૃતા સિંહ છે જ તેથી તેને કોઈ બાજુએથી માતાની જરૂર નથી અને સારા અલીખાને કહ્યું કે તે કરીના કપૂર ખાનને નામથી જ બોલાવે છે એટલે કે સારા અલી ખાન કરીના કપૂર ખાનને માત્ર કરીના કહી ને જ બોલાવે છે.
સારા અલી ખાન અને કરીના કપૂર ખાનના અનેક ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર આપણે સૌ જોઇએ છીએ. જેમાં બંને એકબીજાની સાથે સુંદર એવા સમય પણ પસાર કરતા હોય છે. આમ સારા અલી ખાન અને કરીના કપૂર ખાન એકબીજા સાથે એક મિત્ર તરીકે રહેવાનું પસંદ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!