સવજીભાઈ ધોળકિયા ની થવા લાગી વાહ ! વાહ ! તેમણે કર્મચારીઓ માટે કર્યું ખુબ જ સુંદર કામ…જાણો શું કર્યું.
આજની મોઘવારી માં નાના માણસો ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવું ખુબ જ અઘરું પડી જાય છે. આજે વધતી જતી મોંઘવારી માં લોકો ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવું એટલે અઘરી વાત છે. પણ એવા કેટલાય દાનવીરો છે જે સામાન્ય લોકો ની ખુબ જ મદદ કરતા હોય છે. જે લોકો ને જીવન માં મુશ્કિલો હોય તેને એવા લોકો મદદ કરતા નજરે ચડે છે. આખા દેશ માં અને ગુજરાત માં કેટલાય લોકો ના નામો દાનવીરો ની યાદી માં આવે છે.
ગુજરાત માં દાનવીરો માં જો કોઈ નું નામ આવતું હોય તો તે છે સવજીભાઈ ધોળકિયા. સવજીભાઈ ધોળકિયા મોટા બિઝનેસમેન છે તે તેમના કર્મચારીઓ નું ખુબ જ ધ્યાન રાખે છે. અને ડગલે ને પગલે તેના કર્મચારી ઉપરાંત અન્ય ગરીબ લોકો ની મદદ કરતા હોય છે. હમણાં થોડા સમય પહેલા જ કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન કેટલાય કર્મચારીઓ પોતાન વતન પાછા ફરી ગયા હતા.
વતન પાછા ફરતા કેટલાય લોકો ની પાસે ઘર ન હતું તો તેમને તેવા બધા કર્મચારીઓ માટે 5 લાખ રૂપિયા ની વગર વ્યાજે લોન આપી હતી. હરે કૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા પોતાના કર્મચારીઓ માટે પાછી એજ નવી યોજના લાગુ કરી છે. જેમાં જો કોઈ કર્મચારી નોકરી માં મૃત્યુ પામે તો તેના જો 58 વર્ષ પુરા ન થયા હોય તો તે કર્મચારી ના પરિવાર ના સભ્યો ને પગાર શરુ રાખવામાં આવશે. તેવી જાહેરાત કરી છે.
આ રૂપિયા ની મર્યાદા એક લાખ રૂપિયા સુધીની રહેશે. અને પરિવાર ના સભ્યો ને દર મહિને સેલેરી આપવામાં આવશે. આ યોજના નો લાભ બે કર્મચારી લઇ પણ ચુક્યા છે. તેની કંપની માં આવતા દરેક કર્મચારિયો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. વગર હેલ્મેટે એન્ટ્રી મળતી પણ નથી. આમ સવજીભાઈ ધોળકિયા એ એક સુંદર ઉદાહરણ આપ્યું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.