SBI માથી લોન લીધી હોય તો ખાસ વાંચો , વ્યાજ દર મા મોટો ફેરફાર…

મુંબઇઃ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) એ ગ્રાહકોને મોટી રાહત આફતા વ્યાજદરમાં ઘટાડાની ઘોષણા કરી છે.

SBI એ 14 સપ્ટેમ્બર, 2021ના રોજ નિર્ણય લીધો છે કે, બેઝ રેટમાં 5 બેસિસ પોઇન્ટ એટલે કે 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ ઘટાડાને પગલે નવા વ્યાજદર ઘટીને 7.45 ટકા થઇ જશે. ઉપરાંત બેન્કે કહ્યુ કે, લેન્ડિંગ રેટ (PLR)માં પણ 5 બેસિસ પોઇન્ટનો ઘટાડી કરી 12.20 ટકા કરવામાં આવશે. આ નવા વ્યાજદર 15 સપ્ટેમ્બર, 2021થી લાગુ થઇ જશે.

લોનના EMI ઘટશે SBIના આ નિર્ણયથી લોન ધારકોને સીધી અસર થશે. તેનાથી SBIના ગ્રાહકોએ હવે હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત ઘણા પ્રકારની લોનના માસિક EMI પર ઓછી રકમ ચૂકવવી પડશે. નોંધનિય છે કે, જુલાઇ 2010 પછી લેવાયેલી તમામ હોમ લોન બેસ રેટ સાથે લિંક છે.

આવા મામલામાં બેન્કોને આઝાદી છે કે, તેઓ કોસ્ટ ઓફ ફંડ્સની ગણતરી એવરેજ ફંડ કોસ્ટના હિસાબે કરે અથવા MCLRના હિસાબે કરે ઉલ્લેખનિય છે કે હાલ મોટાભાગની લોનના વ્યાજદર ઐતિહાસિક નીચલા સ્તરે છે અને તેનાથી લોનધારકોને મહામારીની કટોકટી દરમિયાન ઘણી રાહત મળી છે.

બેઝ રેટ એ રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત લઘુતમ વ્યાજ દર છે અને તમામ બેન્કોએ તેને માપદંડ તરીકે અનુસરવો પડે છે. રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત બેઝ રેટથી નીચા વ્યાજદરે બેન્કો ધિરાણ આપી શકતી નથી. હાલ રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત બેઝ રેટ 7.30થી 8.80 ટકા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *