India

જેલ માં સજા પુરી થતા 98-વર્ષ ના વૃદ્ધ ને પરિવાર ના કોઈ સભ્ય લેવા ના આવતા જેલ અધિક્ષકે જે વર્તન કર્યું તે જોઈ, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા એક એવું સાધન છે કે જ્યાં રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક ભાવુક વિડીયો તો ક્યારેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક એવા વિડીયો વાયરલ થતા હોય કે જેને જોઈને લોકોની આંખો પણ ભીની થઈ જતી હોય છે. અયોધ્યા માંથી એવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં જેલ પ્રશાસનના એક અધિકારીએ એક 98 વર્ષના દાદા સાથે એવું વર્તન કર્યું કે જેને જોઈને લોકો આ અધિકારીને પ્રશંસા કરી રહ્યા છે.

વધુ વિગતે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ રાજ્યના અયોધ્યા જેલમાં રામસુરત નામના 98 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ કે જેઓ જેલમાં કોઈ બાબતે સજા ભોગવી રહ્યા હશે. 98 વર્ષના આ વૃદ્ધ દાદા ની સજા પૂરી થઈ ગયા બાદ તેને ઘરે જવાનો સમય આવ્યો હતો. પરંતુ લાંબી રાહ જોયા બાદ પણ પરિવારના કોઈ પણ સભ્ય તેને લેવા માટે જેલ સુધી આવ્યા ન હતા.

એવામાં જેલ અધિક્ષક શશીકાંત મિશ્રાએ વૃદ્ધ વ્યક્તિ પ્રત્યે માનવતા દર્શાવી. શશીકાંત મિશ્રાએ વૃદ્ધ વ્યક્તિને પોતાની કારમાં બેસાડ્યા અને તેના સિપાહીઓને કહ્યું કે તેઓ તેને ઘરે છોડી આવે. જેલ અધિક્ષક શશીકાંત મિશ્રા દાદા ને પોતાની કારમાં બેસાડે છે ત્યારે તેને પૂછે છે કે તમે ક્યાં જશો તમારા ઘરે. ત્યારે વૃદ્ધ વ્યક્તિ જવાબ આપે છે કે તેઓ તેમના મંદિરે જશો. ત્યારબાદ જેલ અધિક્ષક તેના સિપાહીઓને કહે છે કે દાદાને તેમના મંદિરે લઈ જાઓ.

આ પહેલા જેલર વૃદ્ધ વ્યક્તિની ₹9500 ડિપોઝિટ પણ આપે છે. આમ આ વીડિયોને ઉત્તર પ્રદેશના જેલ મહાન નિર્દેશક દ્વારા તેમના હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે અને કેપ્શન માં લખ્યું છે કે 98 વર્ષના રામસુરત જેને છોડાવવા માટે કોઈ આવ્યું ન હતું. જેલ અયોધ્યાના અધિક્ષક શશીકાંત મિશ્રા પુત્રવત તેમની કારમાં તેમની ઘરે મોકલી રહ્યા છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તમામ અધિકારીઓની વાહ વાહ કરી રહ્યા છે .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *