બોલીવુડના અભિનેતા રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ હાલ થોડા દિવસો પહેલા જ માતા-પિતા બની ચૂક્યા છે. લગ્નના દોઢ મહિના બાદ રણબીર અને આલિયા એ તેના ચાહકોને ખુશખબરી જણાવી હતી અને લગ્નના સાત મહિના બાદ રણબીર પીતા બની ગયા છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપતા જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ચાહકોમાં ખુશીની લાગણી છવાઈ ચૂકી હતી.
ચાહકો દ્વારા અને બોલીવુડના અનેક મહાન એક્ટરો દ્વારા બંનેને આ બાબતની ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવતી હતી. આલિયા ભટ્ટે પોતાની દીકરીને જન્મ આપ્યા બાદ આ બાબતની ખુશખબરી સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકોને કરી હતી જે બાદ ચાહકોની ખુશીનો પાર રહ્યો ન હતો. જાણવા મળ્યું કે રણવીર કપૂર એ પોતાની દીકરીને પહેલીવાર જોઈ ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
મીડિયાના રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું કે રણવીર કપૂરના એક નજીકના વ્યક્તિએ આ બધી વાત કહી હતી. તેમને જણાવ્યું કે હંમેશા અડગ રહેતા રણબીર કપૂર જ્યારે પહેલીવાર તેની દીકરીને જોવા હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યારે રણબીર કપૂર એ તેની દીકરીને પહેલીવાર ખોળામાં લીધી ત્યારે તેની ખુશીનો પાર રહ્યો ન હતો તેની દીકરીનું મોઢું જોતા ની સાથે જ રણબીર કપૂર પોતાના આંસુ રોકી શક્યો ન હતો અને તે ભાવુક થઈને રડી પડ્યો હતો.
રણબીર કપૂર ને રડતા જોઈને તેના પરિવારને સભ્યો પણ આંખમાંથી આંસુ રોકી શક્યા ન હતા અને આલિયા ભટ્ટ પણ પોતાની આંખમાંથી આંસુ રોકી શકી ન હતી અને પોતાની દીકરીને જોઈને રણબીર કપૂરનું દિલ ભરાઈ આવ્યું હતું અને તે રડી પડ્યો હતો. આમ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન બાદ તે ખાસ એવા ચર્ચાનો વિષય રહે છે. થોડા સમય પહેલા જ આલિયા ભટ્ટ ના બેબી સાવર ના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા હતા. આમ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ઘરે આ દિવાળી જેવો માહોલ જામી ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!