પોતાની ગર્લફ્રેન્ડ ને અન્ય સાથે જોઈ પ્રેમી ના માથે તૂટી પડ્યું આભ ! સ્ટેજ પર સર્જાયા જબરદસ્ત દ્રશ્યો, જુઓ વિડીયો.
ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગ દરમિયાન લોકો લગ્ન કરવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. પરંતુ કેટલાક યુવાન અને કેટલીક યુવતીઓ એવી હોય છે કે જે પોતાના જૂના પ્રેમી અથવા પ્રેમિકાને ભુલાવીને કોઈ અન્ય સાથે લગ્ન કરતી હોય છે અને જ્યારે પ્રેમી અથવા પ્રેમિકાને ખ્યાલ આવે છે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે દ્રશ્યો ખરેખર ચોંકાવનારા હોય છે.
હાલમાં એવો જ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક પ્રેમી ની ગર્લફ્રેન્ડ કોઈ અન્ય યુવક સાથે લગ્ન કરવા માટે લગ્ન મંડપમાં હતી ત્યારે તેનો પ્રેમી અચાનક ત્યાં આવી પહોંચે છે અને ત્યારબાદ સ્ટેજ ઉપર જે દ્રશ્યો સર્જાયા તે જોઈને લોકો પણ ચકિત રહી ગયા હતા. વીડિયોની વાત કરવામાં આવે તો લગ્નના મંડપમાં વરરાજા અને કન્યા સ્ટેજ ઉપર બેસેલા છે. એવામાં કન્યાનો જૂનો પ્રેમી કન્યા પાસે આવી જાય છે.
પોતાની ગર્લફ્રેન્ડને કોઈ અન્ય યુવક સાથે લગ્ન કરતા જોઈને યુવક પોતાનો હોંશ ખોઈ બેસે છે અને તેની પ્રેમિકા એટલે કે કન્યાને વારેવારે મનાવવાની કોશિશ કરે છે કે તેની તે તેની સાથે આવે. પરંતુ કન્યા કોઈ બાબતે માનવા તૈયાર હોતી નથી અને તે તેના જુના પ્રેમીને ત્યાંથી જવાનું કહે છે. પરંતુ યુવક એટલો જિદ્દી હોય છે કે તે ત્યાંથી જતો નથી અને પહેલા કન્યા ના પગ પકડી લે છે અને તેને આજીજી કરવા લાગે છે તો પછી વરરાજા ના પગ પકડીને પણ આજીજી કરવા લાગે છે.
View this post on Instagram
પરિવારના સભ્યો વચ્ચે પડીને યુવકને જવા વિનંતી કરે છે. પરંતુ યુવક ખૂબ જ ભાવુક થઈ ગયેલો હોય છે અને તે તેની પ્રેમિકા વગર ત્યાંથી સ્ટેજ છોડવા તૈયાર હતો નથી. આમ આ વીડિયોમાં જે દ્રશ્યો સર્જાયા તે જોઈને લોકો પણ હચમચી ગયા છે. આવા અનેક વિડીયો રોજબરોજ સામે આવતા હોય છે. આ વીડિયોને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો કેટલાક લોકો આ વીડિયોમાંથી ખૂબ મનોરંજન મેળવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!