India

શું આ છે મારો ભારત દેશ? ભારતીય મહિલાઓ ની મજબૂરી જોઈ ને તમે પણ ચોકી ઉઠશે…જુઓ વિડીયો.

Spread the love

આપણો દેશ આજે વિશ્વ માં પોતાના નામનો ડંકો વગાડી રહ્યો છે. આપણો દેશ આજે પ્રગતિ ના પંથે જોવા મળે છે. દેશ ની વસ્તુઓ સારા પ્રમાણમાં વિદેશ માં જય રહી છે અને વિદેશી હૂંડિયામણ સારા એવા પ્રમાણ માં ભારત માં આવી રહ્યું છે. પણ આજે કેટલાક ગામડાઓ એવા છે કે જેનો વિકાસ હજુ પણ થયેલો નથી. કેટલાક ગામડાઓ માં પીવા માટે પાણી ની વ્યવસ્થાઓ પહોંચી નથી.

મહારાષ્ટ્ર ટાઈમ્સ ના ખબર પ્રમાણે ત્રંબકેશ્વર તાલુકાના ખરશેત ગ્રામ પંચાયત માં 25 જેટલી નાની નાની એવી વસ્તીઓ છે. જ્યાં 300 ની આસપાસ આદિવાસીઓ રહે છે. આ ગામમાં હજુ સુધી પણ પીવાના પાણી ની વ્યવસ્થાઓ જોવા મળતી નથી. આ ગામની બહેનો જ્યાં પાણી ભરવા માટે જાય છે તે જવાનો રસ્તો જોઈ ને આપડે ચોકી ઊઠીશું.

આ ગામમાં નદી છે પણ નદી નું પાણી ચોખ્ખું નથી આથી ગામની બહેનો પાણી ભરવા માટે ઝરણાંનો ઉપયોગ કરે છે. ઝરણાં માં પાણી ભરવા માટે એક મોટા ખાડા ને પાર કરવો પડે છે. ખાડા ને પાર કરવો પણ સહેલો નથી. ખાડા ને પાર કરવા માટે ખાડા ની બન્ને બાજુ બે લાકડા ગોઠવાયેલા છે. અને આ મોટા લાકડા ના સહારે એક જ વ્યક્તિ તેની પર ચાલી શકે અને ખાડા ને પાર કરી શકે શકે છે.

આ ખુબ જ દયનિય સ્થિતિ અને ભયાનક છે. બહેનો એક હાથે બીજા લાકડાનો ટેકો લે અને માથે બેડા મૂકીને પાણી લઇ જાય છે. ભારત આજે ડિજિટલ તરફ આગળ વધતુ જોવા મળે છે. પણ આ સ્થિતિ નું પહેલા નિવારણ લાવવું જરૂરી છે. લોકો મોત ના જોખમે પણ આવું કાર્ય કરવા મજબુર છે. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *