વરરાજા નું પોતાની પત્ની પ્રત્યે નું આટલું બધું માન જોઈ ને તો પરિવાર પણ એક ક્ષણ માટે થંભી ગયો, જુઓ વરરાજા એ એવું તે શું કર્યું?

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ આપણને ઢગલા બંધ દેશ-વિદેશની માહિતીઓ મળી રહેતી હોય છે. અને ઢગલા બંધ ફની વીડિયો મળી રહેતા હોય છે. લગ્નના વિડીયો લોકોને જોવા ખૂબ જ પસંદ હોય છે. લગ્ન દરમિયાન કન્યા અને વરરાજા પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કઈ અજીબો ગરીબ તરકીબો અપનાવતા હોય છે. હાલ એવો જ એક વિડીયો instagram ઉપર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક કન્યા અને એક વરરાજા પોતાના લગ્નની વિધિ કરવા માટે સ્ટેજ ઉપર સુંદર રીતે તૈયાર થઈને ઉભેલા હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ ત્યારબાદ પંડિતજીએ કન્યા ને પોતા ના પતિને પગે લાગવા કહેવામાં આવે છે. ત્યારબાદ કન્યા પોતાના પતિને પગે લાગે છે. પરંતુ થાય છે એવું કે વરરાજા પણ કન્યાને પગે લાગવા માંગતો હોય છે.

વરરાજા ની આવી માંગણી સાંભળીને પંડિતજી તેને તેમ કરવાની ના પાડે છે. પરંતુ વરરાજા પોતાની પત્નીને પગે લાગે છે. અને આ બનાવ બનતા જ પરિવારના લોકો ની આંખો પણ પહોળી થઈ જાય છે. કારણ કે વરરાજા કોઈ દિવસ કન્યાને પગે લાગતા આપણે જોયું નહીં હોય. પરંતુ આ વરરાજાએ તેની પત્ની ને માન આપીને આવું કરતો જોવા મળે છે.

આપણા ભારતની સંસ્કૃતિ પણ કંઈક આવી જ છે. જુના જમાનાથી સ્ત્રીઓ પ્રત્યે આદર અને માનની ભાવના આપણા ભારત દેશમાં જોવા મળતી હોય છે. અને સ્ત્રીઓનું સ્થાન આપણા સમાજમાં પણ ઉચ્ચ ગણવામાં આવે છે. આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા વિડિયો ભાગ્યે જ જોવા મળતા હોય છે. લગ્નમાં આવનાર મહેમાનો પણ એક ક્ષણ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. લગ્નને લગતો આ વીડિયો bridal_lehenga_designn નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.