વાઘ ના બચ્ચા પ્રત્યે નો આ ચિમ્પાન્જી નો પ્રેમ જોઈ ને લોકો ની આંખો થઈ રહી છે ભીની ! જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. રમુજી વિડીયો, જંગલી પ્રાણીઓ ના મસ્તી ના વિડીયો કે પછી અન્ય એવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. હાલમાં એક વિડીયો એક ચિમ્પાન્જી અને વાઘ ના ત્રણ બચ્ચા નો ખુબ જ લોકો ને પસંદ આવી રહ્યો છે. વાઘ એક જંગલી પ્રાણી છે. તે બીજા બધા પ્રાણીઓ નો શિકાર કરે છે. પણ વિડીયો માં તો કંઈક અલગ જ જોવા મળે છે.
વાઘ ના બચ્ચા ને એક ચિમ્પાન્જી પોતાના બચ્ચા હોય તેમ સાર સંભાળ રાખી રહી છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ ભાવુક થઇ રહ્યા છે. કારણ કે ચિમ્પાન્જી ની વાઘ ના બચ્ચા પ્રત્યે જે પ્રેમ છે. તે લોકો ને મન માં ખુબ અસર કરી ગયો છે. આ વિડીયો ભારતીય IFS અધિકારી ડૉ. સમ્રાટ ગૌડા એ તેના ટ્વીટર હેન્ડલ માં શેર કર્યો છે.; 34-સેકન્ડ નો આ વિડીયો ખુબ મજેદાર છે. જુઓ વિડીયો.
Any suitable caption for this beautiful clip?…. pic.twitter.com/NBWQzXSnf7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 30, 2022
વિડીયો માં જોઈ શકાય છે કે, વાઘ ના ત્રણ બચ્ચા ચિમ્પાન્જી પાસે એવા રમી રહ્યા છે. કે જાણે તે જ તેની માતા હોય. ચિમ્પાન્જી પણ માતા નો બધો પ્રેમ વાઘ ના બચ્ચા ને આપે છે. ચિમ્પાન્જી વાઘ ના બચ્ચા ને ક્યારેક માથે બેસાડે ડે છે. તો ક્યારેક વાઘ ના બચ્ચા ને દૂધ ની બોટલ પાઇ છે. અને ખુબ ધ્યાન રાખે છે. આ વિડીયો જોઈ ને માણસ ને પણ ઘણું શીખવા મળે છે.
એક પ્રાણી આવી રીતે રહી શકે તો મનુષ્ય કેમ નહીં? લોકો આ વિડીયો ને ખુબ જ જોઈ રહ્યા છે. અને પોતાની ખુબ સારી કોમેન્ટો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયો 10 હજાર થી પણ વધુ લોકો એ જોઈ લીધો છે. લોકો ને વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.