યુવાન નો શોખ જોઈ ભલભલા થઇ જાય બેઠા ! 5-લાખ ની બાઈક લઇ નીકળ્યો દૂધ દેવા, જુઓ વિડીયો.
આપણા ભારતમાં વસતા લોકો ખેતીના વ્યવસાય અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે. સવાર સવારમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો ઘરે-ઘરે દૂધ પહોંચાડવાનું કામ કરતા હોય છે. ખાસ કરીને આવા લોકો કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે સવારે પોતાની સાઇકલ ઉપર અથવા તો મોપેડ ઉપર ઘરે ઘરે જઈને દૂધ પહોંચાડતા હોય છે.
પરંતુ હાલ એક વીડિયો જોઈને નવાઈ લાગશે કે એક યુવાન પાંચ લાખની ગાડી ઉપર નીકળો અને ઘરે ઘરે દૂધ પહોંચાડવાનું કામ કરે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ યુવાન ક્યાનો છે. તેનું શું નામ છે. તે હજુ જાણવા મળ્યું નથી. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવાન પોતાના ઘરની બહાર હાર્લી ડેવિડસન બાઈક લઈને નીકળે છે. આ 750 સ્ટ્રીટ નું મોડલ છે. જેની કિંમત પાંચ લાખ રૂપિયા જાણવા મળી છે.
બાઈકની માઇલેજ 24 કિલોમીટર પ્રતિ લીટર છે. વીડિયોમાં જોવા મળે છે તેમ આ મોંઘી દાટ બાઈક ઉપર પાછળના ભાગે દૂધના ડબ્બા લટકેલા છે. તો એક બાજુ હેલ્મેટ પણ લટકેલ છે. છેલ્લે વીડિયોમાં જોવા મળે છે તેમ બાઇક ની નંબર પ્લેટ ઉપર માત્ર ગુર્જર લખેલું છે. આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા છે. આ વીડિયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
વ્યક્તિનો આવો ઊંચો ગજબનો શોખ જાણીને લોકો યુવાન પ્રત્યે ખૂબ જ કોમેન્ટો કરી રહ્યા છે. આવા ઘણા બધા લોકો આપણા ભારતમાં જોવા મળે છે કે જે આવું આલેશાન, વૈભવી જીવન જીવતા હોય છે અને પોતાના ઊંચા ઊંચા શોખ પૂરા કરતા હોય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!