પાઈલોટ પુત્રી ની કામયાબી જોઈ પિતા ની છાતી ગજગજ ફૂલી. પિતા-પુત્રી નો આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે, જુઓ વિડીયો.
આપણા જીવનમાં ભગવાન પછી જો કોઈ લોકોનું સ્થાન મહત્વનું છે તો તે છે આપણા માતા-પિતાનું સ્થાન. માતા પિતા એવા વ્યક્તિ છે કે જે તેના સંતાન ને ક્યારેય હેરાન થવા દેતા નથી. સંતાનોના સપનાઓ પૂરા કરવા માતા-પિતા રાત દિવસ એક કરી દેતા હોય છે. નાનપણથી પોતાના દીકરા દીકરીની તમામ ઈચ્છાઓ પૂરી કરતા હોય છે અને જ્યાં સુધી સંતાનો પગભર ના થાય ત્યાં સુધી તેનો સાથ છોડતા નથી અને આગળ પણ સાથ આપતા રહે છે.
જ્યારે દીકરો અથવા દીકરી સારી એવી નોકરીએ લાગે છે ત્યારે માતા-પિતા ને સૌથી વધુ ખુશી થતી હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીકરી અને પિતાનો પ્રેમ જોઈને લોકોના હૃદય પણ પીગળી ગયા છે. વીડિયોની વાત કરવામાં આવે તો એક યુવતી કે જે પાયલોટ છે. આ યુવતી એ પ્લેનની અંદર એક વિડીયો ઉતાર્યો છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ યુવતી પાયલોટના કપડામાં સજીધજી ને પ્લેનની અંદર ઉભેલી છે અને કેમેરાની સામે પોતાનો હાથ હલાવીને વીડિયોની શરૂઆત કરે છે. તે પહેલા દરવાજા પાસેથી પેસેન્જર ની સીટ ઉપર જાય છે. જ્યાં તેના પિતા પેસેન્જરની સીટ ઉપર બેસેલા હોય છે. યુવતી તેના પિતાની નજીક જતાની સાથે પિતાને સૌપ્રથમ પગે સ્પર્શ કરીને પગે લાગે છે. ત્યારબાદ પિતા તેને આશીર્વાદ આપે છે અને પિતા પુત્રી એકબીજાને ભેટી પડે છે.
View this post on Instagram
આ નજારો જોતાની સાથે જ લોકોની આંખો પણ ભીની થઈ ચૂકી છે. એક પિતાની આંખોમાં તેની પુત્રી ની કામયાબીની ઝલક જોવા મળે છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પિતા પુત્રીના આવા પ્રેમને જોઈને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!