હવે કયારે બંધ થશે આ આતંક ! કાશમીર ના આતંક માં વધુ એક જવાન વીરગતિ પામ્યો માતૃભુમી…..

છેલ્લા ઘણા સમય થી આપડે જાણીએ છીએ કાશમીર માં આતંકી પ્રવૃત્તિઓ માં વધારો જોવા મળી રહીયો છે દરરોજ અનેક વિસ્તારો માંથી આતંકીઓ હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં આતંકીઓ નો સફાયો કરવા અને જમ્મુ કાશમીર ને ફરી સુરક્ષિત કરવા ભારતીય આર્મી અને પોલીસ ટિમ દ્વારા અનેક અભ્યાનો હાથ ધરવામાં આવ્યા છે જોકે આ અભ્યાનો અંતરગત સેનાએ અનેક આતંકીઓ ને મારી નાખ્યા છે. પરંતુ આવી જડપ માં દેશને પણ પોતાના ઘણા જવાનો ને ખોવા પડ્યા છે.

આપડે આજે એક એવાજ જવાન ને શ્રદ્ધાંજલિ આપવા જાઈ રહ્યા છીએ તેમનું નામ છે હરીશ સિંહ. આપણે સૌ જાણીએ છીએ કે તાજેતર માં જ તેઓ દેશ અને દેશવાસીઓની રક્ષા અર્થે વીરગતિ પામ્યા છે. હરીશ સિંહ એ ખેડા જિલ્લા ના કપડવંજ ના વણઝારીયા ગામના રહેવાસી છે. જોકે કાશમીર માં આતંકવાદીઓ ઓનો સામનો કરતા આ વિસ્તાર ના ઘણા જવાનોએ માતૃભૂમિ અર્થે વીરગતિ પામ્યા છે હરીશ સિંહ પણ તેમાંથી એક છે.

તેઓ કાશમીર ના પુંજ વિસ્તાર માં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલ અભ્યાન માં સામેલ હતા જ્યાં આતંકીઓ સાથે ની જડપ માં તેઓ વીરગતિ પામ્યા આ વાતની જાણ કાશમીર ના ભારતીય સેનાના મેજરએ તેમના પિતા ને શનિવારે બોપોરે 12 વાગ્યા આસપાસ આપી. તેમની વીરગતિ ની જાણ થતા સમગ્ર પંથક માં શોક ની લાગણી છવાઈ ગઈ અને સૌ કોઈ હરીશ સિંહ ના ઘરે આવી પહોચીયા તમને જણાવી દઈએ કે હરીશ સિંહ એક ખેડૂતના પુત્ર છે.

હરીશ સિંહ તેમના પિતા રાધા ભાઈ પરમાર ના બે સંતાન પૈકી ના એક હતા તેમને વર્ષ 2016 માં કોલેજ ના પહેલા જ વર્ષ માં આર્મીમાં નોકરી મળી ગઈ અને તેઓ માતૃભૂમિ ની સેવા માટે ચાલ્યા ગયા તેમને અનેક જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું જેમાં હાલ તેમનું પોસ્ટિંગ કાશમીર માં હતું. તેમના પિતાના જણાવ્યા અનુસાર તેમને બાળપણ થીજ આર્મીમાં જઈ ને માતૃભૂમિ ની સેવા કરવાનો શોખ હતો.

હરિશ સિંહ પિતા રાધા ભાઈ પરમારે જણાવેલ કે તેઓ ફરીવાર મહિનામાં લગ્ન કરવા આવ્યા હતા, પરંતુ કોરોનાના કારણે તેઓ પોતાના ઘરે ગયા હતા. પરંતુ આવનાર દિવસ આવશે. સ્વયંની વીરગતિની વાત સમગ્ર વિશ્વમાં શોક નો માહોલ છે આ શોક ના માહોલ વચ્ચે 25 થી 30 યુવાનો માતૃભૂમિની સેવા માટે આર્મીમાં જવા માટે તૈયાર છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *