છેલ્લા 14 વર્ષથી ભારતમાં ભારત દેશવાસીઓના લોકોનું મનોરંજન કરી રહેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ભારતના દરેક લોકોને ખૂબ જ પ્રિય છે. આ ટીવી સિરિયલમાં આવતા પાત્રો લોકોના દિલોમાં રાજ કરે છે અને લોકોને ખૂબ જ હસાવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક પછી એક પાત્ર સો ને અલવિદા કહી રહ્યા છે.
થોડા સમય પહેલા જ તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા એ શો ને અલવિદા કહી દીધું હતું અને તેની જગ્યા ઉપર હાલમાં તારક મહેતાના પાત્ર ભજવવા સચિન શ્રોફ નામના કલાકાર આવી ગયા છે. એવામાં શૈલેષ લોઢા એ શો છોડવા બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક ઇન્ટરવ્યૂમાં શૈલેષ લોઢા એ સિદ્ધાર્થ ક્નન સાથે વાત કરતા કહ્યું હતું કે તે 14 વર્ષથી શો સાથે ઈમોશનલી જોડાયેલા હતા.
તેમણે તે પણ કહ્યું કે ઈમોશનલ પાગલ હતા કે સેન્ટી મેન્ટલન ફુલ હતા કે આ શો સાથે જોડાયા. બાદમાં શૈલેષ લોઢાયે એક શેર રજૂ કર્યો જેમાં કહ્યું કે કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા. આમ પછી શૈલેષ આગળ કહે છે, એવું નથી કે હું આ શો છોડવાનું કારણ નહીં જણાવુ. હું યોગ્ય સમય પર તે વિશે જણાવવાનો છું.
આમ શૈલેષ લોઢા એ આ બાબતે આવી પ્રતિક્રિયાઓ આપી હતી. છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક પછી એક કલાકારો શો છોડી રહ્યા છે અને દર્શકોમાં પણ આ શો પ્રત્યેની રુચિ ઓછી થતી જાય છે. ઘણા સમયથી તારક મહેતામાં દયાબેન નું પાત્ર પણ દર્શકોને જોવા મળતું નથી. એવા મા દર્શકો દયાબેનને પાત્રના માટે રાહ જોઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!