આજે ભારત ના સૌ પ્રથમ નંબર ઉપર જો કોઈ કોમેડિયન વ્યક્તિ આવતા હોય તો તે વ્યક્તિ છે કપિલ શર્મા. કપિલ શર્મા એ 2007માં હિન્દી કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 3 નો વિજેતા રહ્યો હતો. ત્યારબાદ કપિલ ધીરે ધીરે સફળતા ની સીડી ઓ ચડતો ગયો અને આજે ભારતમાં ખૂબ જ નામના કમાઈ ચૂક્યો છે. કપિલ શર્મા એ 12 ડિસેમ્બર 2018 ના રોજ તેની પત્ની ગિન્ની સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ ડિસેમ્બર 2019 માં પુત્રી અનાયરા નું સ્વાગત થયું તો આ પછી પહેલી ફેબ્રુઆરી 2021 ના રોજ તેના બીજા બાળક ત્રિશન નું આ દુનિયામાં સ્વાગત થયું. હાલમાં 18 નવેમ્બર 2022 ના રોજ કપિલ શર્મા ની પત્ની ગિન્ની નો 33 મો જન્મદિવસ હતો. જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે કપિલ શર્મા એ તેની પત્ની ની તસ્વીર શેર કરીને તેને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી. તસવીરોમાં જોવા મળે છે તેમ કપિલ અને તેનો પરિવાર વિદેશ માં વેકેશન ની મજા માણી રહ્યો છે.
કપિલ શર્મા એ તેની પત્ની સાથે નો ફોટો શેર કરીને કેપ્શન માં લખ્યું કે, હેપ્પી બર્થ ડે માય લવ ગિન્ની મારા જીવનમાં સુંદર રંગો ઉમેરવા બદલ આભાર ભગવાન તમને આ બ્રહ્માંડ માં તમામ પ્રેમ અને ખુશીઓ સાથે આશીર્વાદ આપે. તસવીર માં જોવા મળે છે તેમ કપિલ અને તેની પત્ની ગિન્ની વિશ્વ ની સૌથી ઊંચી ઈમારત એવી બુર્જ ખલીફા પાસે ઉભેલા જોવા મળે છે અને ત્યાં ફોટોશૂટ કરાવી રહ્યા છે. આમ કપિલ શર્માએ તેની પત્ની ના જન્મદિવસ નિમિત્તે ફોટો શેર કરતા તેના ચાહકો એ તેને પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા હતા.
કપિલ શર્મા ની વાત કરવામાં આવે તો આજે પણ તેનો શો ધ કપિલ શર્મા શો જોવા મળે છે. જેમાં મોટા મોટા સેલિબ્રિટી ઓ આવીને પોતાના મુવી નું પ્રમોશન પણ કરતા હોય છે. કપિલ શર્મા ને અહીં સુધી પહોંચવા માટે ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડેલો છે. આજે આખા ભારત માં કપિલ શર્મા ના લાખો ની સંખ્યા માં ચાહકો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!