ગુજરાત ના આ ગામ માં તળાવ ના ખોદકામ કરતા શિવલિંગ મળી આવી. ગામના લોકો એ એવો સંકલ્પ કર્યો કે, જુઓ ખાસ તસવીરો.
ભારત દેશ આસ્થા અને શ્રદ્ધા નો દેશ છે. ભારત દેશ મા દરેક ભગવાન ની પૂજા પુરી શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. લોકો ભગવાન પાસે જે મનોકામના રાખે તે પુરી થાય છે. ભારત માં ભગવાન શિવ ના અનેક મંદિરો આવેલા છે. લોકો ભગવાન શંકર ની પૂજા રોજ સવારે કરે છે. ખાસ તો શ્રાવણ માહીના માં ભગવાન શિવ ની પૂજા માટે ભક્તો ની ભીડ મંદિર માં ભારે ઉમટી પડતી હોય છે.
ક્યારેક કેટલીક જગ્યા એ જયારે ખોદકામ કરવામાં આવતું હોય ત્યારે ભગવાન શિવ ની શિવલિંગ નીકળતી હોય છે. કારણ કે આપણા પૂર્વજો શિવલિંગ બનાવીને જે જગ્યા પર પૂજા કરતા હોય તે જગ્યા એ પૂર જેવી અનેક કુદરતી આફતો આવતા તે ત્યાં દટાય જતી હોય છે. પરંતુ જયારે વર્ષો બાદ તે જગ્યા એ ખોદકામ થતું હોય ત્યારે ભગવાન દર્શન દેતા હોય છે.
એવી જ એક ઘટના ગુજરાત ના આણંદ જિલ્લા ની સામે આવી છે. જ્યાં એક તળાવ ના ખોદકામ કરતા ત્યાં શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા ભક્તો ની ભારે ભીડ ઉમટી પડી હતી. આણંદ જિલ્લા ના બોરસદ તાલુકા ના અભેટપૂરા ગામે તળાવ નું ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા આ બાબત ની જાણ મામલતદાર અને પોલીસ ને થતા તે દોડી આવ્યા હતા. મામલતદારે આરતીબહેન ગૌસ્વામી એ કહ્યું કે આ બાબતે સ્પષ્ટ ના કહી શકાય કે આ શિવલિંગ જ છે. આ પુરાતત્વ વિભાગ નો વિષય છે.
આ તળાવ ના ખોદકામ સમયે ડાબી બાજુ એ વૃક્ષ ના થડીયા ના આકાર ની પ્રતિકૃતિ જે શિવલિંગ જેવી પ્રતીત થતી જોવા મળે છે. પહેલા લોકો આને ઝાડવાનું થડ સમજી રહ્યા હતા. પરંતુ બે દિવસ વરસાદી ઝાપટા પડતા તેની ઉપર થી પાણી એવું વહેતુ હતું કે જાણે તે શિવલિંગ જ લાગે. ત્યારબાદ લોકો એ ત્યાં ભેગા થવાનું શરુ કર્યું. અને તે જગ્યા પર અગરબત્તી કરી અને બીલીપત્ર પણ ચડાવ્યા.
ત્યાં ગામના લોકો એ એક સંકલ્પ કર્યો કે, આ જગ્યા એ થોડા સમય માં જ ભગવાન શિવ નું મંદિર બાંધવામાં આવશે. અને ત્યાં ધ્વજ પણ સ્થાપિત કર્યો હતી. આ મંદિર બનાવવા યથાશક્તિ ફાળો એકઠો કરીને મંદિર નું નિર્માણ શરુ કરશે તેવો સંકલ્પ ગામ લોકો એ કર્યો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.