ધ્રુજાવી દેતો વિડીયો ! પાટા પર આવી રહેલ ટ્રેન ને ફિલ્મી સ્ટાઇલ માં આ વ્યક્તિ રોકવા ગયો..પરંતુ અંત માં થયું એવું કે…
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં લગ્નના વિડીયો પ્રાણી ના વિડીયો વગેરે લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. પરંતુ હાલ એક વિડિયો જે સામે આવ્યો છે. તે જોઈને હચમચી જશો. લોકો સ્ટંટ કરવાના ખૂબ જ શોખીન હોય છે. ક્યારેક રસ્તા પર ખુલ્લા હાથે ગાડી ચલાવીને સ્ટંટ કરતા હોય છે. તો ક્યારેક કારની બોનેટ પર બેઠી ને સ્ટંટ કરતા હોય છે. આ વિડીયો તો સાવ અલગ જ છે એક વ્યક્તિ કે જે પાટા પર આવી રહેલી ટ્રેનની સામે ટ્રેન ને રોકવા માટે દોડે છે અને થયું એવું કે…
વિડીયો તે જોઈ શકાય છે કે રેલવે ક્રોસિંગથી થોડે દૂર ટ્રેન આવતી જોવા મળે છે. પરંતુ નજર એક વ્યક્તિ તરફ જાય છે જે પાટા પર દોડતી ટ્રેન તરફ દોડી રહ્યો છે. ટ્રેન પુરપાટ ઝડપે માણસ તરફ દોડી રહી છે. પરંતુ તે વ્યક્તિ લોકો પાયલટને ટ્રેન રોકવાનો સંકેત આપે છે. પરંતુ પૂરપાટ ઝડપે આવતી ટ્રેને વ્યક્તિને ટક્કર મારી અને આગળ નીકળી ગઈ. અહીં ટ્રેનની ટક્કરથી વ્યક્તિ હવામાં કેટલાય ફૂટ ઉછળીને નીચે પડી ગયો હતો..જુઓ વિડીયો.
भूल से भी ना करें ऐसी गलती… सावधानी हटी दुर्घटना घटी. pic.twitter.com/Y1ActqLfwj
— Samvad/ संवाद (@livesamvad) August 8, 2022
સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો એક વ્યક્તિનો છે જે દોડતી ટ્રેનને રોકવા માટે તેની સામે દોડવા લાગ્યો હતો. આ પછી, વ્યક્તિ સાથે જે થયું તે જોઈને કોઈપણ ચોંકી જશે. સામે આવેલ થોડીક સેકન્ડના વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રેલ્વે ફાટક પાસે મોટી સંખ્યામાં વાહનો ઉભા છે અને લોકો ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પછી ફ્રેમમાં કેટલાક એવા રેકોર્ડ જોવા મળ્યા જે હચમચી ગયા.
વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @livesamvad હેન્ડલથી પણ અપલોડ કરવામાં આવ્યો છે. તેને કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘ભૂલથી પણ આવી ભૂલ ન કરો. આમ આ વિડીયો જોઈ ને લોકો હચમચી ગયા છે. આવા ઘણા લોકો સ્ટન્ટ કરવાના શોખીન હોય છે. સ્ટન્ટ કરતા કરતા પોતાના જીવન થી હાથ ધોઈ બેસતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!