શ્રદ્ધા મર્ડર કેસ- પોલીસ તપાસ માં હત્યા મે મહિના માં થઇ શ્રદ્ધા ના મિત્ર નો દાવો શ્રદ્ધા એ જુલાઈ માં કહ્યું કે તેને બચાવી લો નહિતર,
રોજબરોજ હત્યા અને આત્મહત્યા ની અનેક ઘટનાઓ સામે આવે છે. પરંતુ સોમવારના રોજ દિલ્હીને અડીને આવેલા મહેરોલી માંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. જેમાં 27 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા ને તેના જ બોયફ્રેન્ડ અફ્તાબ અમીન પુનાવાલા એ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા અને રોજ રાત્રે લાશના ટુકડાઓને જંગલોમાં જઈને ફેંકી દેતો હતો. આ આખી ઘટના સોમવારના રોજ સામે આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અફતાબે આ હત્યા કરી તે બાદ તેને અમેરિકાના અનેક ક્રાઈમ શો અને અનેક ક્રાઈમ ફિલ્મો જોઈ હતી અને અફ્તાબે પુરાવાનો નાશ કરવા માટે google ઉપર અનેક માહિતી મેળવી હતી સાથે લોહી સાફ કરવાનો રસ્તો પણ તેણે google માંથી શોધી કાઢ્યો હતો. જાણવા મળ્યું કે આ હત્યા છ મહિના અગાઉ મે મહિનામાં બની હતી કે જેમાં આરોપીએ શ્રદ્ધા નું ગળું દબાવી દીધું.
અને ત્યારબાદ તેની લાશના 35 ટુકડાઓને એક ફ્રિજમાં રાખી મૂક્યા હતા અને દરરોજ રાત્રે તે બહાર નીકળીને જંગલમાં ફેંકી આવતો હતો. પરંતુ ખરેખર આ ઘટનામાં એક ચોકાવનારી વિગત સામે આવે છે જેમાં જાણવા મળ્યું કે પોલીસના અનુસાર આ ઘટના મેં મહિનામાં બની હતી પરંતુ શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે જુલાઈ મહિનામાં શ્રદ્ધાએ તેને whatsapp દ્વારા સંપર્ક કર્યો હતો.
શ્રદ્ધાએ તેના મિત્ર લક્ષ્મણ નાદર ને કહ્યું હતું કે જો તે અફતાબ સાથે રહેશે તો તે તેને મારી નાખશે. આ પછી લક્ષ્મણ નાદરે તેના મિત્રો સાથે જઈને શ્રદ્ધાને છતરપુરના ઘરેથી બચાવી લીધી હતી. ત્યારબાદ તેઓએ તેને પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું પરંતુ અફ્તાબે તેની સાથે યોગ્ય વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું પછી શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળીયું હતું અને તેઓ બંને સાથે રહેતા હતા.
પરંતુ લક્ષ્મણ નાદરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તે શ્રદ્ધાનો સંપર્ક સાધતો હતો પરંતુ તેનો કોઈ ફોન લાગતો ન હતો કે તેના એકે મેસેજ પણ થતા નહોતા આથી લક્ષ્મણે શ્રદ્ધાના ભાઈ શ્રી જય ને આ આખી વાત કરી અને ત્યારબાદ શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જાણવા મળ્યું કે જ્યારે શ્રદ્ધાએ આફતાબ ને લગ્ન કરવા નું કહ્યું ત્યારે આફતાબે લગ્ન કરવાની ના પાડી હતી અને ઉશ્કેરે જઈને આ આ હત્યા કરી નાખી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!