રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં એક હચમચાવતી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવક અને એક યુવતી એકબીજા સાથે લિવઇન માં રહેતા હતા પરંતુ યુવકે છ મહિના અગાઉ એટલે કે 18 મે ના રોજ શ્રદ્ધા નામની યુવતી નું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતી ની લાશના 35 ટુકડાઓ કર્યા હતા. આ ટુકડાઓને આફતાબ નામનો યુવક ત્રણ મહિના સુધી જંગલોમાં ફેકતો રહ્યો હતો.
અને ધીમે ધીમે મૃતદેહનો નિકાલ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા જાણવા મળ્યું કે આફતાબે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને પોલીસના જણાવ્યા અનુસાર આફતાબ માત્ર અંગ્રેજીમાં જ બોલતો હતો અને તેને કહ્યું કે, યસ આઈ કિલ્ડ હર. દિલ્હી પોલીસે જણાવ્યું કે આફતાબે જે જગ્યાએ લાશો ના ટુકડાઓ ફેંકેલા છે તે તેની સાથે લઈને તેને શોધવામાં આવી રહ્યા છે અને આફતાબે શ્રદ્ધાના મોબાઈલને પણ ફેંકી દીધો હતો તો શ્રદ્ધાના મોબાઈલ નું છેલ્લું લોકેશન પણ ગોતવામાં આવીને શ્રદ્ધાના મોબાઇલના ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.
જાણવા મળ્યું કે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેને જૂન જુલાઈમાં બીજી કોઈ યુવતી સાથે સંબંધો બનાવીયા હતા. તેને પોતાનો ગુનો કર્યા નો કોઈ જ પસ્તાવો હતો નહીં અને કાયદાનો પણ ડર હતો નહીં. પોલીસના જણાવ્યા મુજબ આફતાબે શેફ ની પણ ટ્રેનિંગ લીધી હતી અને તે આરામથી લાશના ટુકડાઓ કરી નાખતો હતો.
જાણવા મળ્યું કે આફતાબે શ્રદ્ધાના મોબાઈલ ને 9 જુન સુધી શરૂ રાખ્યો હતો. કોઈ મિત્રના કે ઘરવાળાના ફોન કે મેસેજ આવે તો આફતાબ મેસેજનો રિપ્લાય પણ આપતો હતો. ત્યારબાદ આફતાબે શ્રદ્ધા ના મોબાઈલને બંધ કરી દીધો હતો. આમ આફતાબે પોતાની જાતે જ પોતાના ગુનો કબૂ લઈ લીધેલો છે. આમ આવી હચ મચાવતી ઘટના સાંભળીને લોકો ખૂબ જ ચોકી ઉઠ્યા છે અને આવો ડરામણો કિસ્સો સાંભળીને લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!