Categories
India

સિદ્ધાંત વીર સૂર્યવંશી નું અચાનક મોત થઇ જતા 18-વર્ષીય પુત્રી ભાંગી પડી દાદરા પર બેસી હીબકે હીબકે, જુઓ તસ્વીર.

Spread the love

થોડા મહિનાઓ અગાઉ ભાભીજી ઘર પર હે ની ટીવી સીરીયલના પ્રખ્યાત અભિનેતા નું મૃત્યુ થયું હતું. એવામાં હાલ ગઈકાલે સિરીયલના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી નું મોત નીપજી ચૂક્યું છે. જાણવા મળ્યું કે સિદ્ધાંત વીર સૂર્યવંશી જ્યારે જીમ માં વર્ક આઉટ કરી રહ્યા હતા એ સમયે તેને અચાનક હાર્ટ એટેક આવી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ 45 મિનિટ સુધી મહેનત કરી પરંતુ સિદ્ધાંત વીર સૂર્યવંશી મોતને ભેટ્યા હતા.

સિદ્ધાંત સૂર્યવંશી ના જીવનની વાત કરવામાં આવે તો તેને પોતાના જીવનમાં બે લગ્ન કરેલા છે. વર્ષ 2000માં ઈરા સૂર્યવંશી સાથે લગ્ન થયા હતા. આ લગ્નથી તે બંનેને એક પુત્રી છે જેનું નામ ડીઝા છે. ત્યારબાદ તેને તેની સાથેથી છૂટાછેડા લીધા હતા અને બીજી વખત તેના 2017માં મોડલ સાથે લગ્ન કર્યા હતા અને બીજા લગ્નથી સિદ્ધાંત વીર સૂર્યવંશીને એક પુત્ર પણ છે. સિદ્ધાંત વીર સૂર્યવંશી નું મોત નીપજતા તેની પુત્રી ડીઝા સૂર્યવંશી અને ખૂબ જ અઘાત લાગેલો છે.

જાણવા મળ્યું કે 10 સપ્ટેમ્બર 2022 ના રોજ સિદ્ધાંત એ તેની પુત્રી ડીઝા નો 18મો જન્મ દિવસ ઉજવ્યો હતો અને બંનેના હોટલની તસવીરો પણ સામે આવી હતી. એવામાં પિતાનું અચાનક મોત થઈ જતા તેની દીકરી પૂરેપૂરી ભાંગી પડી હતી. આનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સિદ્ધાંત ની પુત્રી ડીઝા દાદરા ઉપર બેસેલી છે અને તે ખૂબ જ રડી રહી છે.

એની પાસે તેના મિત્રો બેસેલા જોવા મળે છે કે જે તેને સાંત્વના પાઠવતા જોવા મળે છે. સિદ્ધાંત સૂર્યવંશી નું અચાનક મોત થઈ જતા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારે આઘાતની લાગણી છવાઈ ચૂકી છે. સિદ્ધાંત વીર સૂર્યવંશી એ કુસુમ સીરીયલ થી ડેબ્યૂ કર્યો હતો તો તેને કસોટી જિંદગી કી, યાદ દિલ મે હે, કૃષ્ણ અર્જુન વગેરે જેવી અનેક ટીવી સીરીયલોમાં સારા એવા રોલ ભજવેલા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *