‘શેરશાહ’ ફિલ્મને પાછી પાડે એવી પ્રેમ કહાની છે સ્વ.સિદ્ધુ મુંસેવાળાની ! તેમની મંગેતરે હજી લગ્ન નથી કર્યા…પુરી કહાની જાણી તમે ‘વાહ વાહ’ જ કરશો
સિદ્ધુ મુસેવાળાને આજના દિવસે સૌ કોઈ યાદ કરી રહ્યું છે,તમને ખબર હશે કે આજ રોજ એટલે કે 29 મે ના રોજ સિદ્ધુની ગોળીબારી કરીને હત્યા કરી નાખવામાં આવી હતી જે બાદ ફક્ત પંજાબ કે ઉત્તરના રાજ્યોમાં જ નહીં પરંતુ દેશની અનેક જગ્યાએ આ ઘટનાના પડઘા પડયા હતા. સિદ્ધુ મુંસેવાલા એક પ્રખ્યાત સિંગર હતા જેના ગીતો લોકોને એટલા બધા ગમતા કે લોકો પોતાની પ્લેલિસ્ટમાં તેના તમામ ગીતો રાખતા અને રોજબરોજ સાંભળતા.
હાલ તો સ્વ.સિદ્ધુ મુંસેવાળા ફક્ત આપણી યાદોમાં જીવંત રહી ગયા છે, એવામાં મિત્રો આજના આ લેખના માધ્યમથી અમે સિદ્ધુના અંગત જીવન વિશેની જાણકારી લઈને આવ્યા છીએ. આમ તો તમને સિદ્ધુ મુંસેવાળાની દરેક અંગત વાત ખબર હશે પરંતુ શું તમને ખબર છે તેમની મંગેતર કોણ હતી? નહીં, ઘણા ઓછા લોકો જાણે છે આ વાત વિશે તો આજના આ લેખમાં અમે તેમની મંગેતર તથા તેમના રિલેશનશિપ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.
ઇન્ડિયા ટુડેના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે વર્ષો પેહલા સિદ્ધુની મુલાકાત કેનેડિયન પીઆર પ્રોફેશનલ અમનદીપ સાથે થઇ હતી, ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર એમ પણ જાણવા મળ્યું છે કે અમનદીપ ‘સંગારેડ્ડી’ જેવા નાના એવા શહેરથી તાલ્લુકાત ધરાવતી હતી. કથિત રીતે પંજાબી સિંગર સિદ્ધુ મુંસેવાલા અને અમનદીપે કૌરએ સગાઈ કરી લીધી હતી અને વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં તેઓ લગ્નના બંધનમાં પણ બંધાવાના હતા.
પરંતુ લગ્ન પેહલા જ સિદ્ધુ મુંસેવાલાની હત્યા થઇ જતા અમનદીપ કૌરનું આ સપનું અધૂરું રહી ગયું હતું. સિદ્ધુ મુંસેવાળા અને અમનદીપ કૌરની સગાઈ થઇ ગઈ હતી જે બાદ 29 મેંના રોજ સિદ્ધુની હત્યા થઇ જતા સૌ કોઈ શોકમાં ગરકાવ થયું હતું તો અમનદીપે ક્યારેય લગ્ન નહીં કરે તેવા પ્રણ લીધા હતા. હાલ વાત કરીએ તો અમનદીપ કૌર સિદ્ધુ મુંસેવાળાના માતા-પિતા સાથે પેત્રુક ગામ મનસામાં રહી છે, ખરેખર આને જ સાચો પ્રેમ કહેવાય.