રોજબરોજ મોત ના અનેક કિસ્સાઓ સામે આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા બધા લોકો મોત ને ભેટી પડ્યા છે. ફરી એવી એક બંગાળી માત્ર 24 વર્ષ ની અભિનેત્રી નું મોત નીપજ્યું છે. આ અભિનેત્રી ની વાત કરવામાં આવે તો બંગાળી અભિનેત્રી એન્દ્રીલા શર્મા કે જેની ઉંમર માત્ર 24 વર્ષ ની હતી તેનું રવિવારના રોજ નિધન થઈ ચૂક્યું છે.
તે ઘણા સમય થી બીમારી સાથે લડત આપી રહી હતી. તેણે રાત્રે 12:30 વાગ્યા પછી અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરો એ તેને બચાવવા ના સતત પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. તેમને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત ગંભીર થઈ જતા અંતે તેઓ નું અવસાન થયું હતું. વાત કરીએ તો એન્દ્રીલા કેન્સર ની પણ સર્વાઇવર હતી તેને બે વખત કેન્સર ને હરાવ્યું હતું. તાજેતરમાં ડોક્ટરે તેમને કેન્સર મુક્ત જાહેર કર્યા હતા અને તેણે અભિનય ની દુનિયામાં ફરી પાછો પગ મુક્યો હતો.
પરંતુ એક નવેમ્બર ના રોજ તેને ફરી થી હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો. જેની પાછળનું કારણ તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. એન્દ્રીલા ને તરત જ ઓપરેશન રૂમ માં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરો ની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. એન્દ્રીલા શર્મા બંગાળી પ્રેક્ષકો માટે ખૂબ જાણીતું નામ છે તેને ટેલિવિઝન શો થી પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી.
આ પછી તેને જીવન જ્યોતિ જેવી અનેક લોકપ્રિય સિરિયલ માં કામ આપ્યું હતું. તે ભગર નામ ની વેબ સિરીઝ માં પણ કામ કરેલું હતું. તેમાં તેનો બોયફ્રેન્ડ પણ જોવા મળ્યો હતો. એન્દ્રીલા ની તબિયત ને કારણે બંગાળી કલાકારો એ પણ તેના સ્વસ્થ થવાની કામના કરી હતી. પરંતુ હવે તેના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે આમ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાઈ ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!