ગાયક રસ્મિતાબહેન રબારી એ નાનપણ થી કર્યો છે અનેક મુસીબતો નો સામનો, આજે જીવે છે આલીશાન જીવન, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતમાં અનેક ડાયરા ના કલાકારો અને સાહિત્ય કલાકારો તથા ગાયક કલાકારો છે. આવા કલાકારો રાતોરાત કોઈ કલાકાર બની જતા હતા નથી પરંતુ બાળપણથી તેઓએ આમાં ઝંપલાવ્યું હોય છે ત્યારે તે આજે ખૂબ જ નામના કમાતા હોય છે. ગુજરાતના અનેક કલાકારો એવા છે કે જે વિદેશમાં પણ પ્રખ્યાત છે. આજે અમે એવા એક કલાકાર વિશે જણાવીશું કે જે હોય એ નાનપણથી ખૂબ જ મુસીબતનો સામનો કર્યો છે.
પરંતુ આજે ગુજરાતના ગાયક કલાકારોમાં તેનો અનોખું નામ છે. આવા કલાકાર એટલે રસમિતાબેન રબારી. રસમિતાબેન રબારી નો જન્મ 26 એપ્રિલ 1995 ના રોજ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કરણભાઈ, માતાનું નામ મંજુબેન, આ ઉપરાંત તેમને બે મોટાભાઈ છે જેઓના નામ જયરાજભાઈ અને દીપકભાઈ છે. બાળપણથી રસ્મિતા બહેને ગાવાનું શરૂ કર્યું હતું તેઓને ગાવાની શિક્ષા તેમના માતા તરફથી મળી હતી.
જ્યારે તેઓ શાળામાં અભ્યાસ કરતા ત્યારે રોજબરોજ પ્રાર્થના અને ભજન ગાતા હતા અને નાના નાના કાર્યક્રમો આપતા હતા. ત્યારબાદ તેઓની રુચિ ધીરે ધીરે સ્ટેજમાં વધી અને તેમની માતાનો ખૂબ સપોર્ટ હતો અને લોકગીતો તથા લગ્નગીતો તેઓએ તેની માતા પાસેથી શીખ્યા હતા. આ ઉપરાંત રસ્મિતા બહેને તેમના ગુરુ જમનભાઈ પાસેથી તાલ અને સુરના પાઠો શીખ્યા હતા અને ત્યારબાદ ગાવાનું શરૂ કર્યું હતું.
તેઓના ગામની બાજુમાં આવેલું કૃષ્ણપુર ગામમાં શનિવારે તેઓ ભજન કીર્તન કરવા જતા હતા ત્યારબાદ મોટા મોટા પ્રોગ્રામ આપવાનું શરૂ કર્યું અને આજે ગુજરાતમાં તેઓનું ખૂબ મોટું નામ છે. તેઓ જણાવે છે કે કિર્તીદાનભાઈ ગઢવી ભીખુદાનભાઈ સાથે જ્યારે કાર્યક્રમ આપતા ત્યારે તેઓના કાર્યક્રમમાં ઝનમેદની જોઈને તેઓ ગભરાઈ જતા હતા. પરંતુ માતા-પિતા અને ગુરુ પાસેથી મળેલા આત્મવિશ્વાસને યાદ કરીને તેઓ બેધડક ગીતો ગાતા હતા.
એક કાર્યક્રમમાં તેઓએ મારી તે નથનું કાચું સોનું લગ્ન ગીત ગાયું ત્યારથી તેઓની લોકચાહના વધી ગઈ છે અને આજે તેનો ખૂબ જ મોટું નામ છે. આ ઉપરાંત તેઓના અનેક આલ્બમ સોન્ગ્સ પણ આવી ચૂક્યા છે. જમાનો તીર્થ સ્ટુડિયો સાથે રાસ રસિયા નાગલધામ સ્ટુડિયો સાથે તેઓએ અનેક કામ કરેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!