India

છોટા પેક બધા ધમાકા! નાની એવી અભિનેત્રી ‘સાવી’ ની ક્યૂટ તસવીરો આવી સામે. તેની સ્માઈલ પર થઇ જશે ફિદા, જુઓ ખાસ તસવીરો.

Spread the love

ભારતમાં અનેક પારંપરિક સિરિયલો ટેલિવિઝન ઉપર આવે છે. ખાસ કરીને મહિલાઓ દ્વારા આવી પારંપરિક ટીવી સિરિયલો જોવાતી હોય છે. આવી ટીવી સિરીયલો સહ પરિવાર લોકોને આનંદ આપે છે. એવી જ એક સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ એટલે ગુમ હે કિસી કે પ્યાર મેં. આ દિવસોમાં આ સીરીયલ ખાસ ચર્ચા નો વિષય બની છે. કારણ કે સઈ દીકરી સાવી એટલે કે આર્યા સાકરીયા કંઈક અલગ અંદાજમાં જોવા મળે છે.

તેના ઘણા બધા ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે તો ચાલો વાત કરીએ ગુમ હે કિસી કે પ્યાર મેં ટીવી સીરીયલની નાની અભિનેત્રી સાવી ની ગુમ હે કિસી કે પ્યાર મેં ની નાની અભિનેત્રી સાવી હાલમાં મરાઠી અવતરમાં જોવા મળી છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે પર્પલ કલરના લહેંગામાં સ્કાઈ બ્લુ ચોલીમાં ખૂબ જ સુંદર દેખાય છે અને વાળમાં ફૂલો ની વેણી સાથે પોતાની સુંદરતા નિખારી રહી છે.

તો બંને હાથમાં બંગડીઓ પહેરીને તેને પોતાના લૂકને શણગાર આપેલો છે. તેને પોતાના instagram એકાઉન્ટ ઉપર આ કેટલીક તસ્વીરો શેર કરેલી છે. જેમાં તે જમીન ઉપર બેસીને અનેક પોસ આપી રહી છે અને તેને તસ્વીરો શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે ગેલેરીમાંથી કેટલીક તસવીરો. સાવિ ની આ તસવીરો ચૌહાણ ઘરની છે જ્યાં રહીને તહેવારોની ઉજવણી કરી રહી છે. આર્યા સાકરીયા ની આ તસવીરોને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

અને તેની ક્યુટ સ્માઈલ ઉપર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લાઈક અને શેર આ તસવીરોને આવી ચૂકી છે. ચાહકો તેની તસવીરોમાં અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અગાઉ પણ સાવિ ના આવા અનેક ફોટાઓ વાયરલ થયા હતા. જેમાં તે એક વીડિયોમાં ડિરેક્ટર તરીકે ની કામગીરી ભજવી રહી હોય તેવી મજાક કરી રહી હતી. આમ આ દિવસોમાં સાવી ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *