આટલા ક્રિકેટરો પાસે છે સરકારી નોકરી. એવા એવા પદ પર છે કે જાણી ને આંખો થઇ જશે પહોળી સચિન તેંડુલકર પાસે તો,
આપણા ભારતમાં બે વર્ગના લોકો ખાસ ચર્ચા નો વિષય રહે છે. એક ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને બીજા બોલીવુડના એક્ટર. પરંતુ આજે અમે તમને ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક પૂર્વ ખેલાડી અને કેટલાક યુવા ખેલાડીની વાત જણાવીશું કે જેઓ માત્ર ભારતીય ક્રિકેટ મેચ માં જ પોતાની કારકિર્દી નથી બનાવી રહ્યા તેઓ પાસે હાલમાં સરકારી નોકરીઓ પણ સામેલ છે. તો ચાલો જાણીએ વધુ વિગતે.
એમ એસ ધોની- ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કે જેના હાથે ભારતીય ક્રિકેટ ટીમ એ બે વર્લ્ડ કપ જીત્યા છે. તેનું ભારતીય ક્રિકેટ ટીમ માં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટર ઉપરાંત ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ ઉપર પણ કામ કરે છે. ક્યારેક ક્યારેક ધોની ભારતીય સેના સાથે સમય પણ આપે છે.
સચિન તેંડુલકર- સચિન તેંડુલકર થી તો આજે દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નહિ હોય કે તેને ઓળખતું નથી. સચિન તેંડુલકરે પોતાની ક્રિકેટ કારકિર્દી ને ખૂબ જ શાનદાર બનાવી દીધી છે. પરંતુ સચિન તેંડુલકર ક્રિકેટર ઉપરાંત ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન તરીકે સન્માનિત કરવામાં આવેલા છે.
હરભજન સિંહ- ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ કે જેઓ એક શાનદાર બોલર હતા. તેઓએ ખેલ જગતમાંથી નિવૃત્તિ લીધા બાદ તેની પાસે પંજાબ પોલીસમાં ડીએસપીની નોકરી મળી હતી.
કપિલ દેવ- વર્ષ 1983માં ભારતને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ ખેલાડી અને કેપ્ટન કપિલ દેવ તેને પણ ભારતીય ક્રિકેટ ટીમમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. કપિલદેવ પણ ભારતીય સેનામાં લેફ્ટનેન્ટ કર્નલ તરીકે સેવા આપી રહ્યા છે.
જોગિન્દર શર્મા- જોગીનદર શર્મા હરિયાણાના ડીએસપી બની ગયા બાદ તે પોતાનું યોગદાન તેમાં આપી રહ્યા છે. જોગીનદર શર્મા પણ ક્રિકેટ ટીમમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા.
ઉમેશ યાદવ- ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ કે જેને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર તરીકેનું પદ પણ મળેલું છે.
યુવેન્દ્ર ચહલ- ભારતીય ક્રિકેટ ટીમના સ્પીનર ચહલ ને આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકેનું પદ મળેલું છે.
કે એલ રાહુલ- કે એલ રાહુલ કે જેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન છે. તેની પાસે ક્રિકેટ ઉપરાંત રિઝર્વ બેન્કે રાહુલને વર્ષ 2018 માં સહાયક મેનેજરના પથ પર નિયુક્ત કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!