દેશે વધુ એક જવાન ખોયો! દેશ રક્ષા અર્થે જવાને આપ્યો જીવ પાર્થિવ દેહ વતન પહોચ્તા પરિવારના લોકોએ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ અને આપણા દેશ ની સેના ઘણી તાકાત્વર છે. દેશના વીરા જવાનો હંમેશા દેશ ની સેવા અને દેશવાસિઓ ની રક્ષા માટે તૈયાર રહે છે. કોઈ પણ કુદરતી કે કુત્રિમ પરિસ્થિતિમાં પણ દેશના વીર જવાનો પોતાનો જીવ જોખમ માં મૂકીને હંમેશા અન્ય ને મદદરૂપ થવાના કર્યો કરે છે.

આપણી સેના આપણા માટે ગર્વ અને પ્રેરણા પૂરી પડે છે. પરંતુ આખા દેશમાં સૌથી વધુ દુઃખ ત્યારે ફેલાય જ્યારે દેશના જવાન વીરગતી પામે હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં દેશ માટે વીર જવાને પોતાના પ્રાણ ને દેશ માટે નૌછાવર કરી દીધા છે. તો ચાલો આપણે આ દુઃખદ બનાવ અંગે માહિતી મેળવીએ.

મળતી માહિતી મુજબ આ જવાન બનાસકાંઠાના વડગામ તાલુકાના છનિયાણા ગામમાં રહેતા હતા. તેઓ દેશ સેવા કરતા સમયે પંજાબના પઠાણકોટમાં શહીદ થયા હતા, આ વીર નું નામ રમેશભાઈ ચેલાભાઇ રબારી હતું. દેશ પ્રેમ એટલો કે નાની ઉમરે જ સેનામાં જોડાયા પરંતુ નિયતિને કંઈક અલગ જ પસંદ હોઈ તેમ જવાનની વીર ગતિથી પરિવાર માં શોક નો માહોલ છે.

જણાવી દઈએ કે રમેશભાઈ વર્ષ 2019 માં સેનામાં જોડાયા હતા, તેમણે પોતાની ટ્રેનિંગ બેંગ્લોરમાંથી પુરી કરી હતી. જે બાદ હાલમાં તેઓ પંજાબમાં કાર્યરત હતા, અહીં એ પણ જણાવી દઈએ કે આ વીર જવાન થોડા દિવસ પહેલા જ પોતાના વતન અને ઘરે આવ્યા હતા અને હજુ માત્ર પાંચ દિવસ પહેલા જ પંજાબ પરત ફરિયા હતા. તેવામાં જવાન પરત આવ્વને બદલે તેમની વીર ગતિ ના સમાચાર આવતા પરિવાર તો જાણે શોકમા ગરકાવ થઈ ગયો હોઈ.

જવાન ની વીર ગતિ બાદ હાલમાં તેમનો પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યું છે આ સમયે વીર જવાનના ગામના અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સૌ કોઈએ તેમને ભીની આખે શ્રદ્ધાંજલિ આપી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.