ભારત માટે ગર્વ લેવા જેવી વાત. સાઉદી અરેબિયા ની ફૂટબોલ મેચ માં મુખ્ય મહેમાન બન્યા અમિતાભ બચ્ચન રોનાલ્ડો-મેસ્સી સાથે,
ભારતના બોલીવુડના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે ભારત દેશના સૌથી લોકપ્રિય બોલીવુડના અભિનેતા છે. અમિતાભ બચ્ચન આજે ખૂબ જ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચનને જે રીતે તેમની લોકપ્રિયતા જાળવી રાખી છે ભાગ્યે જ કોઈ કલાકાર તેને ટક્કર આપી શકે. હાલમાં અમિતાભ બચ્ચન સાઉદી અરેબિયા દેશમાં આવેલા રિયાદમાં ફૂટબોલના સ્ટેડિયમમાં ફૂટબોલની મેચમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા.
અમિતાભ બચ્ચનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વધુ વિગતે વાત કરવામાં આવે તો સાઉદી અરબના રિયાદમાં કિંગ ફહદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પેરિસ સેન્ટ જર્મન અને સાઉદી અરબની બે ક્લબ અલ નાસર અને અલ હિલાલના ખેલાડીઓને મળીને બનાવેલી ટીમ એસટી 11 વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. આ મેચમાં દુનિયાના બે દિગ્ગજ કલાકારો રોનાલ્ડો અને મેસી સામ સામે રમી રહ્યા હતા.
જેમાં અમિતાભ બચ્ચન મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચનને મુખ્ય મહેમાન તરીકે જોઈને ભારતીય લોકોમાં ખુશીની લહેર છવાઈ ચૂકી હતી. અમિતાભ બચ્ચનને ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર જઈને પેરિસની ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન તરફથી રમેલા રહેલા મેસીની સાથે હાથ મેળવીને તેને શુભકામનાઓ પાઠવી હતી. તો બંને એ થોડી વાતચીત પણ કરી હતી.
તો ત્યારબાદ અમિતાભ બચ્ચને તેના ચાહીતા કલાકાર એવા રોનાલ્ડો સાથે પણ હાથ મેળવીને વાતચીત કરી હતી. જણાવી દઈએ કે હાલમાં રોનાલ્ડો સાઉદી અરબની ફૂટબોલ ક્લબ અલનાસર તરફથી રમી રહ્યો છે. સાઉદી અરબ માં યોજાયેલી આ મેચ ફૂટબોલના બે દિગ્ગજ ખેલાડીઓ રોનાલ્ડો અને મેસી વચ્ચે યોજાઈ હતી. જેના લઈને આખી દુનિયામાં ભારે રોમાંચનો માહોલ જોવા મળી રહ્યો છે. સાઉદી અરબ માં યોજાયેલ આ મેચ મેસી અને રોનાલ્ડોને ફ્રેન્ડલી મેચ તરીકે ઓળખવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!