ભગવાન શિવ ના ભક્તો માટે ખુશ ખબર હવે સોમનાથ દાદા ના દર્શન બન્યા સરળ સીધા મંદીરનાં પાર્કિંગ સુધી…..
ભગવાન શિવ ! મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવ દેવો ના દેવ એટલે કે મહાદેવ છે. તે સમગ્ર વિશ્વ ઉપરાંત આખા બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવ છે. આખુ બ્રહ્માંડ ભગવાન શિવ માં વશે છે અને ભગવાન શિવ આખા બ્રહ્માંડ માં વશે છે. ભગવાન શિવ ને ભોળાનાથ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેઓ ભક્તો ની પુકાર તુરંત સંભાળીલે છે. અને પોતાના આશીર્વાદ હંમેશા પોતાના ભક્તો અને સમગ્ર બ્રહ્માંડ પર રાખે છે.
આપણા દેશમાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યા ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. આપણે અહીં એક એવા જ જ્યોતિર્લિંગ વિશે વાત કરવાની છે કે જ્યાં ના દર્શન હવે શ્રદ્ધાળુઓ માટે સરળ બન્યા છે. આપડે અહીં ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ મંદિર અંગે વાત કરવાની છે.
મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન શિવ ના ભક્તો આખા જગત માં ખૂબજ મોટી સંખ્યા માં ફેલયેલા છે આવા ભક્તો ની ઇચ્છા ભગવાન સોમનાથ ના દર્શન ની જરૂર હોઈ છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ તેમ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જવા માટે અલગ અલગ ત્રણ- ચાર રસ્તાઓ છે.
આ તમામ રસ્તાઓ પૈકી ફક્ત મુખ્ય માર્ગજ વિશાળ અને પહોળો છે. જ્યારે બીજા બધા માર્ગો પ્રમાણમાં સાંકડા છે. જોકે અહીં દર્શન કરવા આવતા લોકો ના કારણે અહીં ખૂબ ટ્રાફિક વધી જાય છે. જેને કારણે સોમનાથ ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સોમનાથ બાયપાસથી સીધા જ મંદિર નાં પાર્કિંગ સુધી વાહન ને પહોંચાડી શકાય અને તે પણ કોઈ પણ જાતની ટ્રાંફિક ની સમસ્યા વગર તે માટે વ્યસ્થા ઊભી કરવામાં આવી છે. જેને કારણે અહીં ટ્રાફિક ની સમસ્યા હળવી કરવા આ વિસ્તાર માં ફોરલેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેથી સોમનાથ યાત્રીઓને દાદાનાં દર્શનમાં કોઇ પણ જાતની મુશ્કેલી ન આવે.
જો વાત પહેલા અને હાલના સમય અંગે કરીએ તો પહેલા સમય માં સોમનાથનું ચિત્ર અને હાલ ના સમય માં સોમનાથ નું ચિત્ર કંઈક અલગ જ નજરે પડે છે હાલના સમય માં આ મંદિરે ઘણું જ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે.
જો વાત આજુ બાજુ ની ધર્મશાળાઓ વિશે કરીએ તો હાલના સમય માં ઘણી જ સારી એવી ધર્મશાળાઓ જોવા મળે છે. જોકે હાલના સમય માં મંદિર પરિસર પણ પહેલા કરતા ઘણો જ ફેરફાર જોવા મળે છે. મંદિરમાં હવે તો ભગવાન શ્રીરામ પણ લોકોને દર્શન આપવા વસી ચુક્યા છે. અહીંયા તમને સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી જેવા અદ્યતન ગેસ્ટહાઉસ જોવા મળશે જે અહીં આવનારા દર્શનાર્થીઓ ને સારી એવી સુવિદ્યા આપે છે. આ નજારો જોતાં સાચે જ એવું લાગે છે કે સોમનાથનો સુવર્ણ યુગ ફરી આવી ચૂક્યો છે.
તેમાં પણ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ બન્યા છે ત્યારથી તો સોમનાથનાં વિકાસની ગાડી ઝડપે દોડવા લાગી છે. હાલ ફિલહાલ માંજ અહીંયા સમુદ્ર કિનારે વોક વે પણ બન્યો અને અત્યાધુનિક યાત્રી સુવિધા કેન્દ્રનું નિર્માણ કામ અને પાર્વતીજી મંદિર પણ બની રહ્યા છે.
આ નવા રોડ ને કારણે આવનાર બે ત્રણ મહિનામાં જ આ બાયપાસ પાસેથી જ મોટા વાહનો અને બસો સીધા જ પાર્કિંગ સુધી પહોંચી જશે. આ રોડ ના કારણે ભક્તો વગર ટ્રાફિક ની સમસ્યાએ રામ મંદિર, ત્રિવેણી ઘાટ ઉપરાંત સોમનાથ મંદિર નાં દર્શનનો લાભ મળશે.