India

પિતા ના લગ્ન માં પુત્ર થશે શામેલ ! હાર્દિક પંડ્યા પત્ની નતાશા સાથે રીતરિવાજ પ્રમાણે કરશે બીજીવાર લગ્ન, જુઓ ખાસ તસ્વીર.

Spread the love

હાલમાં મોટા મોટા સેલિબ્રિટીઓનો લગ્ન કરવાનો સિલસિલો ખૂબ જ યથાવત જોવા મળે છે અને આ સેલિબ્રિટીઓ રાજસ્થાનમાં ખાસ કરીને લગ્ન કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનની પુત્રી એ પણ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સાથે બીજીવાર લગ્ન કરવા જઈ રહ્યો છે.

એટલે કે બંને 31 મે 2020 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ હવે તે રાજસ્થાન ઉદયપુર માં ફંકશન રેફલ્સ હોટલમાં પરંપરાગત રીતે રિવાજ પ્રમાણે લગ્ન કરશે. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા ને એક દીકરો પણ છે જેનું નામ અગસ્યા છે અને તે બે વર્ષનો છે. પરંતુ હાર્દિક પંડ્યા અને તેની પત્ની હવે રીતરિવાસ પ્રમાણે રાજસ્થાનમાં લગ્ન કરશે. જેમાં હલ્દી, મહેંદી થી લઈને સંગીતના તમામ કાર્યક્રમો યોજવામાં આવશે અને આ કાર્યક્રમમાં 15 ફેબ્રુઆરી સુધી યોજાશે.

હાર્દિક અને નતાશા ની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી ત્યારથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. બંનેએ 1 જાન્યુઆરી 2020 ના રોજ સગાઈ કરી હતી અને ત્યારબાદ બંને કોર્ટ મેરેજ કર્યા હતા. બંને સગાઈ કરી તેની વાત માતા પિતાને ખ્યાલ ન હતો. હાર્દિક પંડ્યા અને નતાશા ના પારંપરિક લગ્ન યોજાવા જઈ રહ્યા છે. એમાં હાર્દિક અને નતાશા ના પરિવારના લોકો રાજસ્થાનમાં પહોંચી ગયા છે. હાર્દિક પંડ્યા ની સાથે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઈશાન કિશાન પણ લગ્નમાં સામેલ થવા માટે પહોંચી ગયા છે.

આજકાલ રાજસ્થાન લગ્ન માટે ખાસ આકર્ષકનું કેન્દ્ર બની ગયું છે. મોટા મોટા સેલિબ્રિટીઓ આ કિલ્લાઓમાં લગ્ન કરવા માટે આવતા હોય છે. સ્મૃતિ ઈરાની ની દીકરી ના લગ્ન નાગોરમાં યોજાયા હતા જે કિલ્લો લગભગ 500 વર્ષ જૂનો હતો. તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન જેસલમેરમાં યોજવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા અને તેની પરિવારની કેટલીક તસ્વીરો પણ સામે આવેલી છે જેમાં તેની પત્ની પણ જોવા મળે છે બંને ઉદયપુરમાં લગ્નના સાત ફેરા લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *