ટૂંક જ સમય માં કેરળ માં ચોમાસુ આપશે દસ્તક. હવામાન વિભાગે કરી છે આગાહી. આ તારીખે આવશો વરસાદ.
ગુજરાત અને ભારત માં ગરમી નો પારો ખુબ જ વધી રહ્યો છે. લોકો ના હાલ ગરમી થી બેહાલ થઇ ગયા છે. એવા માં મોસમ વિભાગ દ્વારા રોજ રોજ નવી નવી આગાહીઓ આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જયારે કેરળ માં વરસાદ નું આગમન થાય ત્યાર બાદ ગુજરાત માં વરસાદ નું આગમન થતું હોય છે. કેરળ માટે ફરીથી હવામાન વિભાગે આગાહીઓ જાહેર કરી છે.
હવામાન વિભાગે કહ્યું કે જૂન સુધીમાં ચોમાસુ કેરળ માં આવી જશો. ભારત દેશ કૃષિ પર આધારિત દેશ છે. એવામાં ખેડૂતો વરસાદ ની રાહ જોઈ ને જ બેઠા હોય છે. જો સારો વરસાદ થાય તો તેની અસર આખી અર્થવ્યવસ્થાઓ પર પડે છે. હવામાન વિભાગે ફરી પાછું હાઈ એલર્ટ આપ્યું છે. આય.એમ.ડી ના કહેવા મુજબ આગામી 48 કલાક માંદક્ષિણ ના કિનારા ના વિસ્તારો ની સાથે માલદીવ માં વરસાદ ની સંભાવનાઓ છે.
લક્ષદીપ ની આસપાસ ના વિસ્તારો અને દક્ષિણ ભારત માં વરસાદ આગળ વધવાની શક્યતાઓ છે. અને આ જ અઠવાડિયા માં કેરળ રાજ્ય માં પણ વરસાદ નું આગમન નક્કી છે. કારણ કે કેરળ માં વરસાદ આવા માટે દક્ષિણ ભારત માં વાતાવરણ નું નિર્માણ થઇ ચૂક્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે કેરળ માં વરસાદ ની પુરી સંભાવનાઓ છે. હવામાન વિભાગ આય.એમ.ડી ના એક ઉચ્ચ અધિકારી ના જણવ્યા મુજબ જુન પહેલા જ વરસાદ આવવાની સંભાવનાઓ હતી પણ જૂન પહેલા વરસાદ આવે તેવી શક્યતાઓ વત્તાઓછા પ્રમાણ માં છે. કેરળ માં વરસાદ ના આગમન સાથે જ ગુજરાત વાસીઓ ને પણ વરસાદ ની અવાવવાની રાહ રહેશો. આખા ગુજરાત ના લોકો ગરમી થી ત્રાહિમામ પોકારી ઉઠેલા છે.