સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન એ રામ ચરણ ની દીકરીને આપ્યું એવું મોંઘુ ગિફ્ટ કે તેની જલક જોઈને જ આંખો ફાટી રહી જશે…જુવો શું છે ખાસ
ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કમીનેની હાલમાં જ માતા પિતા બન્યા છે. ફિલ્મ સ્ટાર અને તેમની પત્ની એ પોતાના પહેલા સંતાન નું 11 વર્ષ બાદ આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના એ 20 જૂન 2023 ના રોજ દીકરીનું પોતાના જીવનમાં સ્વાગત કર્યું હતું. જેના પછી ફિલ્મસ્ટાર એ એક ભવ્ય રીતે પોતાની દીકરી નું નામકરણ સંસ્કાર કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો.
ફિલ્મસ્ટાર રામ ચરણ અને ઉપાસના કમીનેની એ પોતાની લાડલી રાજકુમારી નું નામ ‘ ક્લિન કારા કોનીડેલા ‘ રાખ્યું છે. રામ ચરણ ની દીકરી ના જન્મ બાદ થી તેમના ઘરે મહેમાનો અને તેમના ગિફટો નું આવવાનું શરૂ થઈ ગયું છે. આ વચ્ચે જ સાંભળવામાં આવ્યું છે કે સુપરસ્ટાર રામ ચરણ ના કજિન અલ્લું અર્જુન અને તેમની પત્ની સ્નેહા રેટ્ટી એ બેબી ક્લિન કારા કોનીડેલા ને એક બહુ જ પ્યારું ગિફ્ટ આપ્યું છે.
સામે આવી રહેલ મીડિયા રિપોર્ટ અનુસાર માનવામાં આવે તો પુષ્પા સ્ટાર અલ્લું અર્જુન અને તેમની પત્ની એ બેબી કિલ્ન કારા કોનીડેલા ને એક ગોલ્ડ ની સ્લેટ ભેટ ના રૂપમાં આપી છે, જેના પર બેબી ક્લિન કારા કોનીડેલા ની જન્મતિથી અને જન્મ ની જાણકારી લખેલી છે. અલ્લું અર્જુન નું આ ગિફ્ટ બહુ જ મોંઘું જણાઈ રહ્યું છે. આની સાથે જ અલલુ અર્જુન અને તેમના કજિન રામ ચરણ ની વચ્ચેની ઊંડી બોનડિંગ નો પણ ખુલાસો થયો છે.
અલ્લું અર્જુન અને રામ ચરણ એકબીજાથી બહુ જ નજીક નો સબંધ ધરાવે છે. રામ ચરણ ની દીકરી ના જ્ન્મ વખતે પણ પુષ્પા સ્ટાર અલ્લું અર્જુન પોતાની પત્ની સાથે હોસ્પીટલમાં ઉપાસના ને જોવા માટે પણ આવ્યા હતા. આટલું જ નહીં આની પહેલા સુપરસ્ટાર રામ ચરણ ના મિત્ર અને કો સ્ટાર જુનિયર NTR એ પણ દીકરીને બહુ જ પ્યારું ગિફ્ટ આપ્યું હતું,જુનિયર NTR એ રામ ચરણ ની દીકરી ને સોના નો સિક્કો આપ્યો હતો .
જેના પર દીકરી, રામ ચરણ અને તેની પત્ની ઉપાસના નું નામ અંકિત કરેલું હતું. જુનિયર NTR પણ રામ ચરણ સાથે સારા સબંધમાં જોવા મળી આવે છે બંને અભિનેતાએ હાલમાં જ બ્લોક્બસ્ટર ફિલ્મ RRR માં સાથે કામ કર્યું હતું. ફિલ્મ સ્ટાર રામ ચરણ એ હાલમાં જ પોતાની દીકરી ક્લિન કારા કોનીડેલા ના જન્મ ના 1 મહિના પૂરા થયાની જાનકારી પોતાના ફેંસ ને આપી હતી. ફિલ્મ સ્ટાર એ 20 જુલાઇ ના રોજ પોતાની દીકરી ના જન્મ નો એક ઇમોશનલ વિડીયો શેર કરતાં ફેંસ સાથે પોતાની ખુશી વહેચી હતી આ વિડીયો બહુ જ વાઇરલ થયો હતો.