ભોજપુરી સિનેમા ના પ્રખ્યાત અભિનેતા મનોજ તિવારી આજે આખા ભારતમાં જાણીતા છે. મનોજ તિવારી અભિનયની દુનિયાની સાથે સાથે રાજનીતિની દુનિયા સાથે પણ નામના ધરાવે છે. અભિનેતા મનોજ તિવારી પોતાના ઉત્કૃષ્ટ વ્યવસાયિક જીવન અને પ્રોફેશનલ જીવન ને લઈને ચર્ચા નો વિષય હોય છે. હાલમાં મનોજ તિવારીએ પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાની પત્ની સુરભી તિવારી ના બેબી શાવરના કાર્યક્રમોનો વિડીયો અને ફોટા શેર કરેલા છે.
51 વર્ષના મનોજ તિવારી ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. મનોજ તિવારીની અંગત જીવનની વાત કરીએ તો વર્ષ 1999 માં રાની તિવારી સાથે તેમણે લગ્ન કર્યા હતા. મનોજ તિવારી અને તેની પ્રથમ પત્ની રાની તિવારીને રીતિ તિવારી નામની એક પુત્રી પણ થઈ પરંતુ બંનેના સંબંધો લાંબો સમય ટકી શક્યા નહીં અને વર્ષ 2012માં બંને પરસ્પર સહમતથી છૂટાછેડાથી અલગ થઈ ગયા. આ બાદ મનોજ તિવારીએ સુરભી તિવારી સાથે લગ્ન કર્યા.
અને લગ્નથી તેમને ફરી એક દીકરી થઈ અને હવે મનોજ તિવારી ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. મનોજ તિવારીએ તેની પત્ની સુરભી તિવારીના બેબી સાવર નો વિડીયો શેર કરેલો છે. જેમાં મનોજ તિવારી એ બેજ રંગનું કુર્તો પહેર્યો છે તો તેની પત્ની સુરભી તિવારી અને તેની પુત્રીએ લાલ રંગના મેચિંગ કપડામાં સુંદર લાગી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો અને મિત્રો આ કાર્યક્રમમાં સહભાગી થવા ઉમટી પડેલા છે.
21 ડિસેમ્બર 2020 ના રોજ મનોજ તિવારીએ પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાની પુત્રીની પ્રથમ તસ્વીર બતાવી હતી. આમ 51 વર્ષની ઉંમરે મનોજ તિવારી ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. તેનો વિડીયો અને ફોટો જોઈને તેના ચાહકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તો વીડિયો અને ફોટો ને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!