અંતિમ પેપરે અંતિમ શ્વાસ! ટ્રક સાથેના અકસ્માતમાં ઈજા પામેલ યુવકને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જતા ફરી સર્જાયો અકસ્માત અને યુવક….
મિત્રો આપણે સૌ જણીએ છીએ કે હાલમાં દેશમાં એક પછી એક જે રીતે અકસ્માત ના બનાવો સામે આવી રહ્યા છે તેણે રસ્તા પર નીકળતા લોકો માટે ચિંતા વધારી છે કારણકે જે રીતે વાહનોની સંખ્યમાં વધારો થયો છે તેવીજ રીતે અકસ્માતની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. જેના કારણે અનેક લોકો અકસ્માત માં પોતાનો જીવ ગુમાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જાણીએ છીએ કે અકસ્માત ના કારણે અનેક લોકો પોતાના સ્વજનોને ખોઈ બેઠે છે.
હાલમાં ફરી એક વખત અકસ્માત નો આવોજ એક ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વિધાર્થીને ત્રિપલ અકસ્માત નો ભોગ બનવું પડ્યું છે અકસ્માત ને કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે જયારે અમુક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના જામનગર ના જોધપુરની છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ ધોરણ દસ અને બારની પરિક્ષા પૂરી થઇ છે. તેવામાં પરિક્ષા નો છેલ્લો પેપર આપી પરત આવી રહેલ વ્યક્તિની પણ અંતિમ શ્વાસ લીધા છે.
જો વાત આ મૃતક યુવક અંગે કરીએ તો તેનું નામ કિશન દેવાભાઈ મૂઢાવા છે. જયારે કિશન પોતાના બે મિત્રો સાથે પરિક્ષા આપીને સ્કુટર પર પરત આવી રહ્યો હતો ત્યારે નરમાણા ગામ પાસે તેમના સ્કુટર ને એક ટ્રકે ટક્કર મારી જેના કારણે કિશન અને અન્ય મિત્રને ગંભીર ઈજા થઇ. જે બાદ કિશન ને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
આ સમયે જયારે એમ્બુલન્સ જીઆઇડીસી ફ્રેસ ૩ પાસે પહોચી ત્યારે ઈજાગ્રસ્ત યુવક ને લઇ જતી એમ્બુલન્સ નો ફરી અકસ્માત સર્જાયો. જયારે એમ્બુલન્સ ફ્રેસ ૩ પાસે એપલ ગેટ પહોચી ત્યારે ફરી એક વખત એમ્બ્યુલન્સ અને કાર તથા રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. જેના કારણે એમ્બ્યુલેન્સ પલટાઈ જતા એમ્બ્યુલન્સ માં સવાર કિશન ના પરિવાર અને એમ્બ્યુલન્સ ના સ્ટાફને ઈજા પહોચી પરંતુ કિશન અકસ્માત માં મૃત્યુ પામ્યો. જણાવી દઈએ કે કિશન પરિવાર માં સૌથી નાનો હતો તેને એક મોટા ભાઈ બહેન હતા.