યુવાનો માટે પ્રેરણા! ઘર ચલાવવા માટે પણ પૈસા નહતા આ વ્યક્તિ પાસે સાઇકલ રીપેરીંગ કરતાની સાથે કરી એવી મહેનતકે આજે IAS ઓફિસર છે જાણો તેમના વિશે!

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી કે કોઈ પણ લક્ષ અધરું નથી. આપણે સૌ જાણીએ છીએ કે કુદરેતે મનુષ્યને અનેક ખાસ અને વિશીસ્ત વસ્તુઓ તથા તાકતો આપી છે જેના કારણે તે પોતાનું જીવન આસીનાથી વિતાવી શકે આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય ઘણો હઠીલો સ્વભાવ ધરાવે છે.

અને એક વખત કઈંકકરવાનું નક્કી કરીલે તો તેને મેળવીને જ રહે છે જો કે આ માટે મહેનત કરવી પણ ઘણી જરૂરી છે. આપણે અહી જે IAS ઓફિસર વિશે વાત કરવાની છે તેઓ આજના યુવાનો માટે ખાસ પ્રેરણા છે. કારણકે એક સમય હતો કે ઘર ચલાવવા માટે પણ ઘણી મુશ્કેલ હતી. પરંતુ પોતાની મહેનત અને આવડત તથા પોતાના પરિશ્રમ ના કારણે આજે છે IAS ઓફિસર તેમની સંઘર્ષ વાર્તા ભાવુક અને આત્મ વિશ્વાસ આપે તેવી છે.

આપણે અહી IAS ઓફિસર વરુણ કુમાર વિશે વાત કરવાની છે. જો વાત તેમના બાળપણ અંગે કરીએ તો જણાવી દઈએ કે વરુણ કુમાર નો જન્મ મહારાષ્ટ્ર માં ૧૯૮૪ માં થયો હતો. જો કે તેઓ શરૂઆતથી જ ઘણી આર્થિક પરિસ્થિતિ વાળા હતા. તેમના પિતા સાઇકલ રીપેરીંગ અને પંચર નું કામ કરીને ઘર નું ગુજરાન ચલાવતા હતા. વરુણ કુમાર પિતા પાસે તેમના અભ્યાસ માટે પૈસા ણ હોવા છતાતેમણે મહેનત કરીએ વરુણ કુમાર ને ભણાવ્યા. વરુણ કુમાર ના જણાવ્યા અનુસાર તેમણે ૨૧ માર્ચ ૨૦૦૬ ના રોજ મેટ્રિક ની પરિક્ષા આપી જે બાદ માત્ર ચાર દિવસમાં જ તેમના પિતાનું નિધન થઇ ગયું.

જે બાદ આખા ઘરની જવાબદારી વરુણ કુમાર પર આવી અને તેમણે પણ પિતાના સાઇકલ રીપેરીંગના વ્યવસાય ને આગળ વધાર્યો જણાવી દઈએ કે વરુણ કુમાર ના પાંચ ભાઈઓ બહેનો છે. જે પૈકી મોટા બહેન સિક્ષક હતા કે જેઓ પણ ઘર ચલવવા માટે મદદ કરતા. વરુણ કુમાર જણાવે છે કે તેમણે મેટ્રિક માં ટોપ કર્યું હતું તે દિવસ જયારે તેઓ સાઇકલ રીપેર કરી રહ્યા હતા ત્યરે તેમના પિતાની સારવાર કરનાર ડોક્ટર ત્યાંથી પસાર થયા અને તેમણે વરુણ કુમાર ને તેમના રીઝલ્ટ અને આગળ ભવિષ્ય અંગે વાત કરી.

ત્યારે વરુણ કુમાર જણાવ્યું કે તેઓ ભણતર છોડીને પરિવારના ગુજરાન ચલાવવાના છે કારણકે તેમની પાસે ફી ભરવાના પૈસા નથી જે બાદ આગળના ધોરણ માટે તે ડોકટરે તેમની ફી ભરી જે બાદ ૧૨મા ધોરણમાં શાળાના શિક્ષકોએ ફી ભરી અને ૧૨ પછી તેમણે સરકારી ઈજનેરી કોલેજમાં અભ્યાસ શરુ કર્યો. આ સમયે ઘર અને ભણતર માટે તેઓ સાઇકલ રીપેર કરતા અને ટ્યુશનપણ આપતા. જણાવી દઈએ કે તે બાદ વરુણ કુમારએ MIT પુણેથી ઈજ્નેરમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યું.

જો વાત IASઅંગે કરીએ તો વરુણ કુમાર જણાવ્યું કે તેમના મિત્રના પિતાએ તેમને આ અંગે માહિતી આપી અને તેમણે IAS બનવા તૈયારી શરુ કરી આ સમયે તેમણે IAS બનવા માટે એક મોટી કંપનીની નોકરી પણ ન લીધી અને પોતાની પુરતી પકડ IAS બનવા પર રાખી જે બાદ માર્ચ ૨૦૧૩ પહેલા જ પ્રયાસે UPSC પ્રિલીમ અને ડીસેમ્બર ૨૦૧૩ માં મેઈન્સ પાસ કરી. જે બાદ મેં ૨૦૧૪ માં પહેલા જ પ્રયાસ માં કોઈ પણ કોચિંગ વિના તેમણે આ પરિક્ષા પાસ કરી અને પ્રધાનમંત્રી મોદી ની હાજરીમાં IAS તરીકે સપથ લીધી.

તેમણે પોતાના કાર્યકાળમાં પહેલા સાબરકાંઠા માં સુપર ન્યુંમેર્રી આસીસ્ટન્ટ કલેકટર જે બાદ ભારત સરકારમાં ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કોર્પોરેશનમાં આસીસ્ટન્ટ સેક્રેટરી બન્યા. પછી ભરૂચમાં આસીસ્ટન્ટ કલેકટર અને એસડીઓ ઉપરાંત ભાવનગર ના ડીડીઓ બનીને હાલમાં રાજકોટમાં PGVCL માં મેનેજીંગ ડીરેક્ટર છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.