એક નાના સપના સાથે બિઝનેસ શરૂ કરનાર આ ગુજરાતી આજેછે સફળતાની ટોચ પર જાણીને…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પૈસા ઘણા જરૂરી છે તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ને પૈસા કમાવવા માટે કોઈક ને કોઈક આર્થિક પ્રવૃત્તિ કરતી રહેવી પડે છે આ માટે લોકો સારી નોકરી ની તલાશમાં રહે છે. પરંતુ આપણે અહીં ગુજરાતી લોકો વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી ને ધંધો કેટલો વાલો હોઈ છે. તેઓ નોકરી કરતા હોઈ તો પણ પોતાનો કોઈ નાનો મોટો ધંધા અંગે જ વિચારતા હોઈ છે. જેના કારણે આપણા ગુજરાતી આખા વિશ્વ માં વિવિધ ક્ષેત્રમાં ધંધા સાથે સંકળાયેલા છે અને શ્રેષ્ઠ રીતે પોતાનો ધંધો ચલાવે છે. આપણે અહીં એક એવાજ યુવક વિશે વાત કરવાની છે કે જેમ્ને પોતાના આઇડ્યાથી સફળતા મેળવી છે.

આપણે અહીં વિજય સિંહ વિશે વાત કરવાની છે કે જેમણે જોતાં જોતાં માં પોતાના જિમનિ અનેક આઉટ લેટ ઉભી કરી તો ચાલો આપણે તેમના વિશે વધુ જાણીએ. જણાવી દઈએ કે વિજય સિંહ વર્ષ 2011 માં વાડિયા ગ્રુપ ના ગોએરામા ફ્લાઈટ સ્તુઅર્ત તરીકે કામ કરતા હતા.

આ સમયે તેમને શરીરને ફીટ બનાવાનો વિચાર આવ્યો અને તેમને વર્ષ 2012 માં જિમ જવાનું શરૂ કર્યું બસ આ સમયે તેમની તકદીર પલટી અને તેમને પોતાનું જિમ ખોલવાનો વિચાર આવ્યો જે બાદ પોતાની મહેનત અને આવડત થી તેમણે વર્ષ 2016 ની 24 જૂને પોતાના પ્રથમ જિમનિ શરૂઆત કરી ઉપરાંત જિમમા આવતા લોકો માટે કસરત સાથો સાથ લાઈવ ફ્રૂટ કોટ પણ બનાવ્યું.

જે બાદ તેમણે પોતાના જિમના નામ પાછળ લાઉન્જ એવો શબ્દ ઉમેરીને જીમ લાઉન્જ એવું નામ આપ્યું જો વાત તેમના આ જિમ અંગેની આઉટ લૅટ અંગે કરીએ તો હાલમાં તે અમદાવાદ મોટેરા, ગોતા ઉપરાંત નવા રાણીપ વસ્ત્રાલ, સાઉથ બોપલ અને મણિનગર, નવા નરોડા, ઘાટલોડિયા, બોડકદેવ ઉપરાંત વટવા, ચાંદખેડા, મેઘાણીનગર અને અમદાવાદની બહાર પણ રાજકોટ અને ગાંધીનગર સહીત આશરે 21 જેટલા આઉટલેટ છે. આ ઉપરાંત તેમની પાસે 300 થી વધુ ફિટનેસ ટ્રેનર છે.

જણાવી દઈએ કે આ જિમના બ્રેન્ડ એમ્બેસેડર ખલી છે જેઓ અવાર નવાર જિમ ની મુલાકાત લે છે આ સાથે અનેક બોલીવુડ કલાકાર જેવા કે સુનિલ સેટ્ટિ, ઉર્વશી ઉપરાંત વિધુત જામવાલ જેવા ઘણા કલાકારો મુલાકાત લે છે આ ઉપરાંત ફિટનેસ ના કાર્ય ને લઈને વિજય સિંહ ને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે જો કે ફિટનેસ સાથે વિજય સિંહ શેક્ષણિક સંસ્થા ને દતક લેવી, આંખ નું ચેક અપ કરાવવું, ઉપરાંત રક્તદાન કેમ્પ, પૂર રાહત નિધિ જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.