કન્યા ની આવી ધાકડ એન્ટ્રી તો ક્યારેય નહીં જોઈ હોય ! કન્યા ની એન્ટ્રી જોઈ લોકો આશ્ચર્ય પામી ઉઠ્યા, જુઓ વિડીયો.
ભારતમાં લગ્નની સિઝન હાલમાં ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં કન્યા વરરાજા પોતાના લગ્નને કંઇક અલગ અને શાનદાર બનાવવા માટે કંઈક ને કંઈક નવા ડાન્સ અથવા તો એવું કરતા હોય છે કે જેને લઈને પોતાના લગ્ન યાદગાર બની જતા હોય છે. લગ્ન પ્રસંગ હોય એટલે થોડા મહિનાઓ અગાઉ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. આજકાલ લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ ફોટોશૂટ અને ડાન્સનું અનેરૂ મહત્વ જોવા મળે છે.
તે માટે એક બે મહિના અગાઉ જ આયોજન કરવામાં આવતું હોય છે. લગ્ન પ્રસંગમાં જ્યારે વરરાજા પોતાની દુલ્હનને પરણવા આવે છે ત્યારે ક્યારેક કન્યા દ્વારા એવી એન્ટ્રી લેવામાં આવતી હોય છે કે જેને જોઈને લોકો પણ અચંબીત રહી જતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પોતાની દુલ્હનને પરણવા આવેલા વરરાજા પોતાની દુલ્હનને આજુબાજુમાં શોધતો હોય છે.
ત્યારે દુલ્હન એવી એન્ટ્રી મારે છે કે જેને જોઈને પરિવારના સભ્યો પણ ચકિતમાં પડી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે તેમ દુલ્હન લગ્નના લાલ જોડામાં ખૂબ સુંદર લાગી રહી છે. હાથમાં બંગડી અને લગ્નનો લાલ જોડો દુલ્હન પર સુશોભિત થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ દુલ્હન વરરાજાની સામે એન્ટ્રી મારે છે અને બોલીવુડના ગીત પર એવો સુંદર ડાન્સ કરી રહી છે કે જેને જોઈને લોકો તેના ઉપરથી નજર હટાવવા તૈયાર થતા નથી.
View this post on Instagram
દુલ્હન ખૂબ જ સુંદર એક્સપ્રેસન સાથે પોતાના હાથોથી એવો સુંદર ડાન્સ કરી રહી છે કે લોકો તેને જોવા મશગુલ થઈ ગયા હતા. આ વીડિયોને instagram પેજ પર શેર કરવામાં આવ્યો છે. દુલ્હનનો આવો વિડિયો જોઈને લોકો ખૂબ જ લાઈક અને શેર કરી રહ્યા છે. આવા અનેક વિડીયો લગ્નને સંબંધીત રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે અને લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!