ગુટખા ખાવાનો એવો શોખ કે હવા માં ઉડી રહેલા પ્લેન માં સવાર યુવાને એરહોસ્ટેસ ને એવું કહ્યું કે, તેને ગુટખા થુંકવી છે તો, જુઓ વિડીયો.
આજકાલ સોશિયલ મીડિયા ઉપર પ્લેનની મુસાફરીના અનેક વિડીયો વાયરલ થયા કરે છે. ક્યારેક પ્લેનમાં પેસેન્જર એકબીજા સાથે ઝઘડી પડે છે તો ક્યારેક પ્લેનમાં મુસાફરી કરતા પેસેન્જર અને એર હોસ્ટેસ સાથે લડાઈ ના વિડીયો વાયરલ થતા હોય છે. પરંતુ હાલ એક એવો કોમેડી વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને સાંભળીને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આપણા ભારત દેશમાં યુવાનોમાં ખાસ કરીને નશાની આદત ખૂબ જોવા મળે છે. ગમે ત્યાં જાય પાન મસાલા, ગુટકાની ખાવાની આદત છુટતી નથી. તે પછી જાહેર રસ્તાઓ હોય કે રેલવે હોય કે પછી પ્લેન હોય યુવાનોમાં ગુટકા ખાવાની ટેવ જોવા મળે છે. હાલના વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક પ્લેન આકાશમાં ઉડી રહ્યું છે. મુસાફરોને એરહોસ્ટેસ અમુક સૂચનાઓ આપતી હોય છે.
એવામાં એક યુવાન કે જે પોતાના બંને હાથમાં આંગળીઓ વડે કંઈક ઘસતો હોય છે તે યુવાન એરહોસ્ટેસને પોતાની પાસે બોલાવે છે અને યુવાન એરહોસ્ટેસ યુવતીને કહે છે કે જરા બારી ખોલી આપો ને, યુવાનનો બારી ખોલવાનું કારણ સાંભળીને લોકો હસી પડ્યા હતા. યુવાને કહ્યું કે જરા બારી ખોલી આપો ને મારે ગુટકા થુકવી છે,, આ સાંભળીને આજુબાજુના પેસેન્જર અને એરહોસ્ટેસ યુવતી ખૂબ જ હસી પડ્યા હતા.
યુવાનનો કોઈ ઈરાદો ગુટકા થુકવાનો હતો નહીં અને યુવાન ગુટકા ખાતો પણ હતો નહીં પરંતુ આજુબાજુના વાતાવરણને મનોરંજન બનાવવા માટે યુવાને આ ટીખળ કરી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વીડિયોને instagram ના પેજ પર શેર કરવામાં આવેલો છે. આવા અનેક વિડિયો રોજબરોજ શેર થતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!