રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતાં હોય છે. ખાસ કરીને હવે ભારતમાં લગ્ન ની સિઝન શરૂ થવા જઈ રહી છે તેવામાં લગ્નના વિડીયો ફરી પાછા ધૂમ મચાવી રહ્યા છે. ખાસ કરીને લગ્નમાં પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવવામાં આવતા હોય છે. પ્રી વેડિંગ ફોટોશૂટ અમુક એવી જગ્યા કરવામાં આવે છે કે જ્યાં શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય ખીલી ઉઠી હોય.
પરંતુ દક્ષિણનો એક લગ્નનો પ્રસંગ સામે આવ્યો છે. જેમાં પ્રિ વેડિંગ ફોટોશૂટમાં કન્યા અને વરરાજાએ ચાર ચાંદ લગાવી દીધા. વીડિયોમાં જોવા મળે છે તેમ વરરાજા પ્રી વેડિંગ ફોટોશૂટ સમયે શીર્ષાસન કરીને માથા ના બળ ઉપર બે હાથે ઊભા રહી ગયા અને તે ઊંધા માથે ઉભા રહી ગયેલા જોવા મળે છે અને કન્યા બાજુમાં ભરત નાટ્યમનું ખૂબ જ સુંદર નૃત્ય કરી રહી છે.
લોકો આ વિડીયો જોઈને ખૂબ જ ચોકી ઉઠ્યા છે કારણ કે આવા અનોખા પ્રિ વેડિંગ ફોટોશૂટ તો ક્યારેય જોયા નહીં હોય. વીડિયોમાં જોવા મળે છે તેમ ફોટોશૂટ વાળા પણ આના અવનવી રીતે ફોટાઓ પાડી રહ્યા છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી રહ્યો છે અને લોકોએ અત્યાર સુધીમાં હજારો વાર વિડીયો ને જોઈને લાઈક કરી ચૂક્યા છે.
આવા વિડિયો જોઈને લોકોને ખૂબ જ મનોરંજન મળતું હોય છે. ભારતમાં ખાસ કરીને લગ્નના વીડિયોને અવનવી રીતે મનોરંજનથી ભરપૂર બનાવવામાં આવતા હોય છે અને લગ્નના વિડીયો માં ખુબ જ મનોરંજન લોકોને મળતું હોય છે.
Pre wedding shoot कठिन होता जा रहा है, अच्छा हुआ अपन पहले ही निपट गये😃 pic.twitter.com/kzEKHtKi7H
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) November 4, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!