મહિલએ પોતાના મોત ના કારણ તરીકે એક પોલીસ વાળાનુ નામ જણાવતા મચ્યો હડકમ્પ જાણો સમગ્ર ઘટના….
મિત્રો આપણે જાણીએ છીએ કે મનુષ્ય જીવન કેટલું મૂલ્યવાન છે દરેક વ્યક્તિ ને પોતાનો જીવ વહાલો હોઈ છે. દરેક ને મૃત્યુ થી દર લાગે છે પરંતુ ઘણા એવા પણ લોકો હોઈ છે કે જેમને પોતાના જીવન કરતા મૃત્યુ વધુ શાંતિ આપે છે. દરેક વ્યક્તિઓ ને પોતાના જીવન માં ઘણી જ તકલીફો નો સામનો કરવો પડતો હોઈ છે. પરંતુ ઘણા એવા પણ લોકો હોઈ છે જે આવી મુસિબતો સામે હારી જાય છે અને તેમને મૃત્યુ કરતા જીવન ઘણુંજ દુઃખ દાઇ લાગે છે. અને તેઓ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં પોલીસ એ સમાજ માટે કેટલા જરૂરી છે સમાજ માં પોલીસ ને કારણે લોકો પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે પરંતુ એક એવો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે કે જેમાં એક મહિલએ પોતાની આત્મહત્યા કર્યા બાદ સુસાઇડ નોટ માં એક પોલીસ અધિકારી નું નાંમ જણાવ્યું હતું આ મામલો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. તો ચાલો આ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ બનાવ અયોધ્યાનો છે. અહીં પંજાબ નેશનલ બેંકની મહિલા અધિકારીએ આત્મહત્યા કરી હતી. આ મહિલાનો મૃતદેહ તેના રૂમની છત પર લટકતો મળી આવ્યો હતો. પરંતુ અચરજ ની વાત એ છેકે અયોધ્યાના ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી આશિષ તિવારી પર આ મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
જો વાત મૃત્યુ પામનાર મહિલા અંગે કરીએ તો આ મહિલા અધિકારી નું નામ શ્રદ્ધા ગુપ્તા છે તેઓ ની ઉંમર માત્ર 32 વર્ષની હતી. અને તેઓ પંજાબ નેશનલ બેંકની અયોધ્યા શાખામાં ડેપ્યુટી બ્રાંચ મેનેજર હતા.
શ્રદ્ધા ના પિતા રાજકુમાર ગુપ્તાએ શનિવારે મોડી રાત્રે ફૈઝાબાદ કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ આત્મહત્યા અંગે ફરિયાદ દાખલ કરતા આશિષ તિવારી સહિત પોલીસ કોન્સ્ટેબલ અનિલ રાવત ઉપરાંત બલરામપુરના રહેવાસી વિવેક ગુપ્તા સામે પણ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે તેમાંથી એક આરોપી વિવેક ગુપ્તા આ મહિલાનો પૂર્વ મંગેતર છે.
શ્રદ્ધા એ પોતે આત્મહત્યા કરતા પહેલા એક ચિઠ્ઠી લખી હતી. પોતાની આ સાઈટ નોટ માં તેમણે આ ત્રણ આરોપીઓના નામ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યા છે. આ નોટ તેમના રૂમમાંથી મળી આવી હતી. સુસાઈડ નોટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ આત્મહત્યા માટે બે પોલીસકર્મી અને વિવેક ગુપ્તા જવાબદાર છે.
જો વાત શ્રદ્ધા વિશે કરીએ તો પોલીસના જણાવ્યુ છે કે શ્રદ્ધા ગુપ્તા 2015 માં PNB માં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ 2018 માં તેઓ ઓફિસર બન્યા હતા તેઓ ફૈઝાબાદમાં બેંકની બાજુમાં ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. પરંતુ શનિવારે જ્યારે સવારે દૂધવાળાએ શ્રદ્ધાનો દરવાજો ખખડાવ્યો અને કોઈ જવાબ ન મળ્યો તો તેણે મકાનમાલિકને આ વાતની જાણ કરી. વારંવાર ખખડાવ્વા છતા પણ કોઈ જવાબ ન મળતાં મકાનમાલિકે બાજુની બારીમાંથી જોયું તો ખબર પડી કે તે છતથી લટકતી હતી. અને આત્મહત્યા કરી હતી.