સુરત: બી-આર-ટી-એસ બસ ડ્રાયવર ને એવું શું થયું કે પેસેન્જર ભરેલી બસ ધડાકાભેર હોટેલ ની અંદર ઘુસી ગઈ.

ગુજરાત માં અકસ્માત ના કિસ્સાઓ વારંવાર સામે આવતા જ રહે છે. અને તેમા કોઈ ને કોઈ લોકો જીવ ગુમાવવાનો વારો આવતો જ હોય છે. કોઈ નિર્દોષ વ્યકતિઓ ને જીવ ગુમાવવાનો વારો આવે છે. અકસ્માત ની એવી એક ઘટના સુરત શહેર ની સામે આવી છે. જેમાં એક બી-આર-ટી-એસ બસ ને અકસ્માત નો સામનો કરવો પડ્યો છે.

બી-આર-ટી-એસ ના અકસ્માત માં કોઈ ને જાનહાની ની ખબર જોવા મળી નથી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર હતી તે દરમિયાન બસ ડ્રાયવર અચાનક જ બેભાન થઇ ગયો હતો. વધુમાં જાણવા મળ્યું કે બસ ડ્રાયવર ને અચાનક જ ખેંચ આવી હતી જેના લીધે તેણે બસ પર નો કંટ્રોલ ગુમાવી દીધો હતો.

બસ ડ્રાયવરે બસ નો કંટ્રોલ ગુમાવી દેતા બસ એક હોટેલ ની અંદર ઘુસી ગઈ હતી. બસ જયારે દિલ્હી ગેટ વિસ્તાર માંથી પસાર થતી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બસ નો કંટ્રોલ ગુમાવતા તે રોડ સાઈડ માં પાર્ક કરેલી કાર ને પાછળ ના ભાગે ટક્કર મારી હતી અને બાદ માં એક બાઈક ને ટક્કર મારી હતી. ત્યાર બાદ એક હોટેલ ની અંદર ઘુસી ગઈ હતી. સદનસીબે કાર માં કોઈ વ્યક્તિ બેસેલો ન હોય તેમાં કોઈ જાન હાનિ થઈ ન હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે બસ માં બેઠેલા પેસેન્જરો ની પણ ચીંખ નીકળી ગઈ હતી. બસ કંડક્ટર ના જણાવ્યા મુજબ બસ માં બેઠેલા કોઈ પણ પેસેન્જર ને કોઈ જાનહાની થઇ નથી. બસ અથડામણ સમયે બસ ડ્રાયવર બેભાન થતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.