સુરત- ગૃહમંત્રી ના શહેર માં 48-કલાક મા બન્યા હત્યા ના ચાર બનાવો ! ધારદાર હથિયાર વડે કરાયો હુમલો એક ને તો,
ગુજરાતમાં હત્યાના બનાવમા ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં યુપી, બિહાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સુરત શહેરમાં છેલ્લા 48 કલાકમાં હત્યાના ચાર બનાવો બની જતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ના શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વધુ વિગતે વાત કરીએ તો સુરત શહેરમાં ગઈકાલ રાતના રોજ ડીંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાંથી હત્યાર ના બે બનાવો સામે આવ્યા છે. પોલીસ હજુ એક ગુના નો ભેદ ઉકેલ શકી નથી ત્યાં હત્યા ના એક પછી એક બનાવો સામે આવતા શહેરમાં કાયદા અને વ્યવસ્થા સામે સવાલો ઉઠવાના શરૂ થઈ રહ્યા છે. સુરત શહેરના ઉધના ઝાંસી કી રાની સર્કલ પાસે બે યુવકો પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો.
જે બાદ અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. જાણવા મળ્યું કે ઉધના ઝાંસી કી રાની ગાર્ડન પાસે બે યુવક પર હુમલો કરતા ઘટનામાં પઠાણ સાકીર ફારુક ખાન નામના યુવકનું મોત થઈ ચૂક્યું હતું. હુમલાખોરો જાહેરમાં હુમલો કર્યા બાદ તીક્ષણ હથિયારો ઘટના સ્થળે ફેંકીને નાસી ચૂક્યા હતા. બંને યુવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.
પોલીસને પ્રાથમિક તપાસ અનુસાર આખી ઘટના છોકરીને લઈને બની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે યુવકો માં કોઈ યુવતી ના બાબતે અદાવત ચાલી રહી હોય તે અદાવત હત્યામાં પરિણમી હતી. પોલીસે આ બાબતે હત્યાખોરોને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે. આમ આ ઘટના સામે આવતા સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!