સુરત તાપી નદી માં પ્રેમપંખિડા એ લગાવી મોત ની છલાંગ! કારણ જાણી ને લાગશે શોક..
ગુજરાત માંથી અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવે જ છે. લોકો નું આપઘાત કરવાનું મુખ્ય કારણ પ્રેમ-પ્રકરણ જ હોય છે. ક્યારેક ક્યારેક પ્રેમી પંખીડા માંથી કોઈ એક આપઘાત કરી બેસે છે. તો ક્યારેક બંને આપઘાત કરી બેસે છે. એવો જ કેસ સુરત માંથી સામે આવ્યો છે. જેમાં એક પ્રેમી પંખીડા એ એકસાથે તાપી નદી માં છલાંગ લગાવી હતી. જેમાં યુવતી ને સ્થાનિક માછીમારો એ બચાવી લીધી. જયારે યુવક ની શોધખોળ શરૂ છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, સુરત ના કામરેજ વિસ્તાર ના એક જ સોસાયટી માં રહેતા એક યુવક અને યુવતી બંને પ્રેમ માં હતા. બંને એક જ જ્ઞાતિ ના ના હોય એટલે આગળ લગ્ન થવા મુશ્કિલ હતા. આથી બને એ વહેલી સવારે તાપી નદી ના ઓવરબ્રિજ પર થી છલાંગ લગાવી તાપી નદી માં ગરકાવ થવા લાગ્યા હતા. બંને સૌરાષ્ટ્ર ના મૂળ હતા. જે સુરત ના કામરેજ માં રહેતા હતા.
બન્ને રાત્રે ઘરે થી નીકળી ગયા હતા. અને સવારે આ પગલું ભર્યું હતું. બંને એ નદી માં છલાંગ લગાવતા સ્થાનિક માછીમારો ની નજર જતા તેણે યુવતી ને બચાવી લીધી હતી. જયારે યુવક ની શોધખોળ ફાયરબ્રિગેડ વાળા કરી રહ્યા છે. યુવતી નો બચાવ થયા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ફાયરબ્રિગેડ ના અધિકારી પ્રવીણ પટેલે જણાવ્યું કે, સવારે આ ઘટના ની તેઓને જાણ થતા તે ત્યાં દોડી ગયા હતા. યુવક ની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના ની જાણ ઘર વાળા ને થતા ઘરવાળા માથે મહામુસીબત આવી પડી છે. લોકો આવી વાતો માં આપઘાત કરતા પહેલા જરા પણ ઘરવાળા નો વિચાર કરતા હોતા નથી. અને મોટું પગલું ભરી બેસે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!