સુરત- આવી જાન તો ભાગ્યે જ જોવા મળે….વરરાજા આવ્યા બળદગાડા પર અને એ પણ પોલીસ બેન્ડ ને સથવારે…જુઓ ખાસ વિડીયો.
લગ્ન નો માહોલ ખુબ જ જામી રહ્યો છે એવામાં લોકો જલસા થી લગ્ન કરી રહ્યા છે. મોટા મોટા સેલિબ્રેટી થી લઇ ને નાના માણસો પણ લગ્ન કરવામાં વ્યસ્ત જોવા મળે છે. સુરત માં તાજેતર માં એક લગ્ન નો વીડિયો ખાસ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈ ને તમામ લોકો સારી સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લગ્ન નું આયોજન જોઈ ને લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.
સામાજિક સેવા ની પ્રવૃત્તિ સાથે સંકલાયેલા અને સુદામા ચેરીટેબલે ટ્રસ્ટ ના પ્રમુખ રોનક ઘેલાણી એ પોતાના લગ્ન અલગ રીતે જ કર્યા છે. રોનક ઘેલાણી ની જાન સુરત ના મોટા વરાછા ના સુદામા ચોક વિસ્તાર માંથી નીકળી હતી આ જાન મા બેન્ડવાજા કે ડી.જે. ની બદલે લગ્ન માં પોલીસ બેન્ડ વગાડવામાં આવ્યું હતું. વરરાજા કાર, બગી કે ઘોડા ને બદલે બળદ ગાડા માં જાન લઇ ને આવ્યા હતા. વરરાજા એ નક્કી કર્યું કે તેના લગ્ન માં આવતા ચાંદલાની રકમ જુદી જુદી સંસ્થાઓ સેવા સાથે જોડાયેલી હોય તેને દાન માં આપવામાં આવશો.
જેમા શ્રી ગોરક્ષનાથ આશ્રમ જુનાગઢ ખાતે ચાલતા અન્નક્ષેત્રમા ૧૧,૦૦૦નુ અનુદાન, કરુણા ચેરીટેબલ ટ્રસ્ટને ૨૧૦૦૦ નુ અનુદાન, ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટને ૧૧,૦૦૦, ગૌકુળ પરીવારને ૧૧,૦૦૦નુ અનુદાન અને ગુજરાત પોલીસ બેન્ડ ને ૧૫,૦૦૦ ની રકમ દાન માં આપવાનો એક સુંદર નિર્ણય કર્યો હતો. જાન માં 2 બળદગાડા, 15 જેટલા અશ્વસવારો, 40 જેટલી ડેકોરેશન કરેલી ઇકોથી લઇને BMW, ઓડી સુધીની કાર ની મોટી લાઈન હતી જેમાં સગાવ્હાલા બેઠા હતા.
લગ્ન માં શ્રી ગોરક્ષનાથ આશ્રમના મહંત પીરયોગી શ્રી શેરનાથ બાપુ, કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઇ સવાણી,આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા,શ્રી સૌરાષ્ટ્ર્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, શ્રી ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીક માલવીયા, ગુજરાત પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા વગેરે હાજર રહ્યા હતા. તદુપરાંત લોકગાયિકા અલ્પા પટેલે પણ ખાસ હાજરી આપી હતી. ઘેલાણી પરિવાર દ્વારા આ સુંદર કાર્ય કરીને સમાજ ને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જુઓ ખાસ વિડીયો.