સુશાંત સિંહ રાજપૂત ના પરિવાર પર ફરી એકવાર સર્જાયા દુઃખ ના વાદળો તેમના પરિવાર ના 5 સભ્યોના થયા મોત જેની પાછળ……..

મિત્રો આપણે સૌ બોલીવુડ વિશે જાણીએ છિએ અને તેનાથી માહિતગાર છીએ. સૌ જાણીએ છીએ કે આપણા બોલીવુડ અને તેના કલાકારો ની લોકપ્રિયતા ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમા ઘણી જ છે. આવા જ એક લોકપ્રિય કલાકાર સુશાંત સિંહ રાજપૂત હતા. તેમની લોક ચાહના ઘણી જ વધુ હતી.

પરંતુ થોડા સમય પહેલા જ તેમણે આત્મ હત્યા કરીને પરિવાર ના સભ્યો અને પોતાના ચાહકો ને ઘણો જ મોટો શોક આપ્યો હતો તેમના નિધન બાદ તપાસ્મા બોલીવુડ નેપ્યુટીઝમ અને ડ્ર્ગસ ને લાગતા અનેક ખુલાસાઓ થયા હતા. જો કે હાલ એવું લાગી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત ના પરિવારને કોઈક ની નજર લાગી ગઈ છે. કારણકે હજી તેમનો પરિવાર સુશાંત સિંહના નિધન ના દુઃખ માંથી બહાર નહોતો નીકળ્યો ત્યાં ફરી એક વાર તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર બિહારના લખીસરાય જિલ્લામાં મંગળવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનાર આ લોકો પૈકી પાંચ લોકો દિવંગત ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના સગાં હોવાનું કહેવાય છે. જો વાત આ અકસ્માત વિશે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

એક સુમો ગાડીમાં 10 લોકો સવાર થઈ ને જમુઈ જિલ્લામા આવેલાં ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ના સગદાહા ભંડારા ગામમા જઈ રહ્યા હતા કારણકે અહીંના નિવાસી લાલજીત સિંહના પત્ની ગીતા દેવી મૃત્યુ પામ્યા હતા અને તેમના અગ્નિસંસ્કાર આ લોકો ગયા હતા તે સમયે પરત આવતી વખતે આ અક્સ્માત સર્જાયો હતો.

તેઓ જ્યારે પાછા આવતા હતા ત્યારે હાલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરા ગામમાં સ્થિત એક સ્કૂલ પાસે તેમની ગાડી સામેથી આવતા એક એલપીજી ભરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત નાં કારણે ગીતા દેવીના પતિ લાલજીત સિંહ ઉપરાંત તેમના મોટો પુત્ર અમિત શેખર ઉર્ફે નેમાની સિંહ અને નાનો પુત્ર રામચંદ્ર સિંહ સાથો સાથ પુત્રી બેવી દેવી અને ભત્રીજી અનીતા દેવી ઉપરાંત ડ્રાઈવર પ્રિતમ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયારે મળતી માહિતી અનુસાર આ અકસ્માત માં મૃત્યુ પામેલ લોકો પૈકી એક લાલજીત સિંહ હતો કે જે સુશાંતના સાળા ઓમપ્રકાશ સિંહનો સાળો હતો તેઓ હરિયાણા માં ADGP તરીકે ફરજ બજાવતા હતો. આ ઉપરાંત અકસ્માતમાં તેમના બે પુત્રો અને બે પુત્રીઓ અને ભત્રીજીનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *