IndiaSports

T20 WC : ચહલ ની પત્ની ધનશ્રી વર્મા થયા ભાવુક, કારણ જાણી ને….

Spread the love

સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે 5 સ્પિનરોને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. તેમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાનાં નામ સામેલ છે. સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને 15 સભ્યની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

ચહલની પત્ની ધનશ્રી વર્મા ભાવુક થઈ ગઈ ચહલ છેલ્લાં કેટલાંક વર્ષોથી ટી-20 અને વનડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો મુખ્ય સ્પિનર રહ્યો છે. વર્લ્ડકપ ટીમમાં ચહલની પસંદગી ન થવાથી ચહલની પત્ની ધનશ્રી વર્મા ભાવુક થઈ ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

ધનશ્રીએ શેર કરી આ પોસ્ટ ધનશ્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘માતા કહે છે…કે આ સમય પણ પસાર થઇ જવાનો છે. માથું ઊચું કરીને જીવો, કારણ કે કુશળતા અને સારાં કાર્યો હંમેશાં તમારી સાથે રહે છે. તો પછી વાત એવી છે કે આ સમય પણ પસાર થઇ જવાનો છે. ભગવાન હંમેશાં મહાન છે.

રહસ્યમય લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીને યુઝવેન્દ્ર ચહલ પર પસંદગી મળી છે, જેને ચોંકાવનારો નિર્ણય કહી શકાય. વરુણ ચક્રવર્તી માત્ર ભારત માટે ત્રણ ટી-20 મેચમાં બે વિકેટ લીધી છે. આ સાથે જ લેગ સ્પિનર ચહલ ટી-20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. ચહલ અત્યારસુધીમાં 49 ટી-20 મેચમાં 63 વિકેટ લીધી છે, જેમાં એક પાંચ વિકેટ હૉલનો સમાવેશ થાય છે. તેની સર્વશ્રેષ્ઠ 25 રનમાં 6 વિકેટ રહી છે.

24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મુકાબલો બુધવારે મુંબઈમાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિની બેઠકમાં ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે. એની ફાઇનલ 14 નવેમ્બરે થશે. ભારતીય ટીમ પોતાના સુપર 12 તબક્કાની શરૂઆત 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો કરશે.

15 સભ્યની ટીમ નીચે મુજબ છે વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્મા વાઇસ કેપ્ટન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત વિકેટકીપર ઇશાન કિશન વિકેટકીપર હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *