Gujarat

આ તહેવારો ના સમય માં ફરી જોવા મળ્યો સોના અને ચાંદી ના ભાવ માં મોટો ફેરફાર જાણો નવા ભાવ…

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે હવે દિવાળી કેટલી નજીક છે તેવામાં દિવાળી પોતાની સાથે અનેક સારા તહેવારો અને સારા મુરતો લાવે છે આવા સારા સમય ગળામાં અનેક લોકો વિવિધ કિંમતી ધાતુઓ જેવિકે સોનું અને ચાંદી ખરીદવા અને તેમાં રોકાણ કરવાનું વિચારતા હોઈ છે. જો તમે પણ આ સમય ગળા માં સોનું અને ચાંદી ખરીદવા માંગો છો આ અહેવાલ તમારાં માટે છે ચાલો આપણે શું કે હાલ સોના અને ચાંદી ના ભાવો માં કેટલો ફેરફાર જોવા મળ્યો છે.

જો વાત સોના અને ચાંદી ના ભાવો અંગે કરીએ તો આ અઠવાડિયા ના પહેલા દિવસે સોનાની સાથે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જો વાત સોના અંગે કરીએ તો એક વેબસાઈટ ના જણાવ્યા અનુસાર સોનાની કિંમત હાલ 10 ગ્રામ માટે 47776 રૂપિયા છે એટલેકે સોના માં રૂપિયા 199 નો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ પહેલા એટલેકે શુક્રવારે સોના નો ભાવ 47975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

જ્યારે વાત બીજી અમુલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો આજે ચાંદી નો ભાવ એક કિલો માટે 64368 રૂપિયા નોંધાયો છે એટલેકે ચાંદી ના ભાવ માં આજે 140 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અગાઉના દિવસો માં ચાંદી 64508 પ્રતિ કિલોના ભાવે સાથે બંધ થયું હતું.

જો વાત સરાફા બજાર અંગે કરીએ તો અહીં સોમવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ માટેનો ભાવ 47776 રૂપિયા જોવા મળ્યો હતો જયારે 10 ગ્રામ ના 23 કેરેટ સોના ની કિંમત રૂ. 47585 જોવા મળી હતી. ઉપરાંત અહીં 22 કેરેટ ના 10 ગ્રામ સોના માટે તમારે રૂપિયા 43763 ખરચવા પડશે. જ્યારે 18 કેરેટ અને 14 કેરેટ ના 10 ગ્રામ ના સોના નો ભાવ અનુક્ર્મે રૂપિયા 36832 અને રૂપિયા 27949 આસપાસ જોવા મળ્યો હતો.

જો વાત દેશના અલગ અલગ શહેરો અંગે કરીએ તો અહીં સોનાના ભાવ કંઈક આ પ્રમાણે છે, જો વાત રાજધાની દિલ્હી અંગે કરીએ તો અહીં 22 કેરેટ સોનું 44,614 રૂપિયા અને 24 કેરેટ સોનું 48,670 રૂપિયા છે. જ્યારે આ ભાવ મુંબઈમાં અનુક્રમે 44,688 રૂપિયા અને 48,750 રૂપિયા છે. જો વાત કોલકાતા અંગે કરીએ તો અહીં આ પીળી ધાતુના 22 કેરેટનો ભાવ રૂપિયા 44,633 છે,જ્યારે 24 કેરેટનો ભાવ રૂપિયા 48,690 છે. તેવીજ રીતે ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 45,118 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 44,816 રૂપિયા છે. આ તમામ ભાવો સોનાના પ્રતિ 10 ગ્રામ માટે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *