ભારતમાં 14 વર્ષથી લોકોને મનોરંજન કરતી સીરીયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ એવી છે કે જે ભારતના દરેક લોકોને ખૂબ જ હસાવે છે. છેલ્લા ઘણા સમયથી ચાહકોમાં આ સીરીયલ ના કલાકારો પ્રત્યે રોશ ની લાગણી જોવા મળે છે. કારણ કે એક પછી એક જૂના કલાકારો શો ને છોડી રહ્યા છે તો નવા કલાકારોમાં જગ્યા બનાવી રહ્યા છે. તારક મહેતા સીરીયલ ની વાત કરવામાં આવે તો ટપ્પુ સેનામાં જોવા મળતી સોનુ કે જેનું પાત્ર આ સિરિયલમાં ત્રણ વખત બદલવામાં આવ્યું છે.
હાલમાં સોનુ ના પાત્ર તરીકે જે કલાકાર ભાગ ભજવી રહી છે તેનું નામ છે પલક સિંધવાની. અભિનેત્રી પલક સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફોટા અને અનેક વિડીયો instagram પર શેર કરતી હોય છે. તે તેના સુંદર દેખાવને કારણે ચાહકોના દિલોમાં જગ્યા બનાવતી હોય છે. તાજેતરમાં પલકે તેના instagram એકાઉન્ટ ઉપર સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માંથી જાણવા મળ્યું કે હાલમાં પલક ગોવાની ટ્રીપ ઉપર ગયેલી છે. ત્યાંથી તેને ફોટા શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં રહેલા તેના ચાહકોના દિલોમાં તહેલકો મચી ગયો છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે પલક સુંદર સ્વિમ વેર માં દરિયા કિનારે ખૂબ જ સુંદર પોસ આપી રહી છે. એક એક તસવીર તેની સુંદરતાને નિખારાતી જોવા મળે છે. ફોટોમાં જોવા મળે છે તેમ પલકે પિંક કલરની બિકીની ટોપ અને કલરફુલ પ્રિન્ટેડ સારંગ માં પહેરેલું છે.
જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ લાગી રહી છે. પલકે તસવીરો શેર કરતા ની સાથે કેપ્શન માં લખ્યું કે તે વિશ્વાસની દુનિયામાં બધું જ વાસ્તવિક છે. તો અન્ય ફોટો શેર કરતા તેણે કેપ્શન માં લખેલું છે કે તેને ઘણી વખત ગોવાની ટ્રીપની પ્લાનિંગ કરી હતી. પરંતુ આ તેની પહેલી ટ્રીપ છે કે જે કેન્સલ થઈ નથી. અભિનેત્રી પલકના આ ફોટા તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને ચાહકોને આ ફોટોમાં પલકની સુંદરતા ખૂબ જ ગમી રહી છે. ચાહકો આમાં અભિનેત્રી પલકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અભિનેત્રી પલક તેના આવા સુંદર ફોટાઓ instagram પર શેર કરતી જ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!