Gujarat

“તારક મેહતા…” શોના ફેન્સ માટે આવી મોટી ખુશખબરી ! શોમાં આ કિરદાર પરત ફર્યું, શું દયાબેનની એન્ટ્રી થઇ શોમાં ? જાણો પુરી વાત

Spread the love

મિત્રો તમને ખબર જ હશે કે છેલ્લા ઘણા સમયથી તારક મેહતા કે ઉલ્ટા ચશમા શો સૌ કોઈને મનોરંજન આપી રહ્યું છે, આ શો લોકોને હાલ એટલો બધો પસંદ આવી ગયો છે કે નાના બાળકોથી લઈને મોટી મોટી ઉંમરના લોકો પણ આ શોને જોતા થઇ ગયા છે. પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી આ શોમાં ઘણા ફેરફારો થયા છે કારણ કે દયાભાભીએ શો છોડી દીધો હતો જે બાદ સોઢી તથા તારક મેહતાએ પણ શો છોડી દીધો હતો.

જેમાં સોઢી તથા તારક મેહતાના તો કિરદાર નિભાવનાર કલાકારો મળી ગયા હતા પરંતુ દયાભાભીનું કિરદાર નિભાવનાર કોઈ હજી મળ્યું નથી, હવે શોમાં દયાભાભીની એન્ટ્રી ક્યારે થશે તે અંગે કોઈ પણ જાણતું નથી એવામાં હાલ આવી જ રીતે શોમાંથી ગાયબ થયેલ એક કિરદાર વિશે જણાવાના છીએ જે છેલ્લા ઘણા સમયથી શોમાં દેખાય જ નથી, આ કિરદાર બીજું કોઈ નહીં પરંતુ રીટા રિપોર્ટર છે, પોતાની રિપોટીંગથી રીટા શોમાં જીવ નાખી દેતી હતી.

રીટા રિપોર્ટનું પાત્ર ભજવનાર પ્રિયા અહુજાએ હાલ શોને અલવિદા કરી દીધું છે, જેથી હાલ મોટી ખબર સામે આવી છે કારણ કે રીટા રિપોર્ટરનું પાત્ર ભજવા માટે નવી અભિનેત્રીને શોની અંદર સમાવિષ્ટ કરવામાં આવશે, આ અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ રમશા ફારુકી છે જે જન્માષ્ટમી વાળા એપિસોડમાં રિપોર્ટિંગ કરતી જોવા મળી હતી, આ અભિનેત્રીને એકદમ રીટાની જેમ જ ટૂંકા વાળો તથા તેના જ લુકમાં જોવામાં આવી હતી.

પણ તેનો લુક જોતા તો તે પ્રિયા અહુજા જેવી જ લાગે છે પરંતુ તેની બોલી જરાય પણ પ્રિયા સાથે મેચ નથી થતી. જુલાઈ માસના અંતિમ માસના દિવસોમાં નાની એવી ઝલક આ અભિનેત્રીની જોવા મળી હતી,એવામાં પૂર્ણ રૂપે સાબિત થઇ ગયું છે કે શોની અંદર નવી રીટા રિપોર્ટરની એન્ટ્રી થઇ ચુકી છે.આ રીટા વિશે તમારું શું કેહવું છે કમેન્ટમાં જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *