આપણા ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન દેશના સંબંધો તો હર કોઈ લોકો જાણે જ છે. પરંતુ વર્ષ 2010 ના સમયે એવી એક ઘટના બની હતી કે આખા દેશનું ધ્યાન એ તરફ ખેંચાઈ ગયું હતું. વર્ષ 2010માં ભારતીય ટ્રેનીસ ની જગવિખ્યાત ખેલાડી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર સોયબ મલિક સાથે લગ્ન કર્યા હતા. એ સમયે આ બંનેના લગ્નનો ખૂબ જ વિરોધ પણ થતો હતો અને બંનેને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું.
પરંતુ હાલમાં એવા સમાચારો સામે આવ્યા છે કે જેને સાંભળીને અમુક લોકો શોકમાં પડી ગયા છે. જાણવા મળ્યું કે સાનિયા મિર્ઝા અને તેના પતિ સોયબ મલિક બંને એકબીજાથી અલગ થઈ રહ્યા છે એટલે કે બંને છૂટાછેડા લઈ રહ્યા છે. જાણવા મળ્યું કે બંને વચ્ચે થોડા સમયથી કઈ બરાબર ચાલી રહ્યું નથી. આથી બંને અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ જોર પકડેલ જોવા મળે છે.
એવામાં બંનેના નજીકના એક મિત્રએ પણ આ વાતને લઈને કહ્યું છે કે તે બંને હવે છૂટાછેડા કદાચ લઇ શકે છે. એવા મા થોડા દિવસો પહેલા તેના પુત્ર સાથેની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી જેમાં તેને કેપ્શન માં લખ્યું હતું કે આ પ્રેમાળ ક્ષણો આપણને આ મુશ્કેલ દિવસોમાંથી બહાર કાઢે છે. સાનિયા મિર્ઝા અને તેના પતિના અલગ થવા બદલ તેના ચાહકોમાં પણ ભારે દુઃખની લાગણી છવાય ચૂકેલી છે.
સોયબ મલિકની વાત કરવામાં આવે તો તે હાલમાં પાકિસ્તાનના એક સ્પોર્ટ્સ ચેનલ સાથે t20 વર્લ્ડ કપમાં કામ કરી રહ્યો છે. તો સાનિયા મિર્ઝા હાલના દિવસોમાં દુબઈમાં જોવા મળે છે. લગ્નના 12 વર્ષ બાદ બંને અલગ થવા જઈ રહ્યા છે. એવામાં લોકો પણ આ વાત સાંભળીને ચોકી ઉઠેલા જોવા મળે છે. સાનિયા મિર્ઝા ની વાત કરવામાં આવેલ તો તેને ભારત વતી ઘણી બધી મેચો રમીને અનેક મેચોમાં જીત હાંસલ કરેલી છે અને ભારતનું નામ જગવિખ્યાત કરી દીધેલું છે. લગ્ન બાદ બંનેને એક પુત્ર પણ છે છતાં પણ બંને વચ્ચે કંઈ બરાબર ચાલતું ન હોવાને લીધે આ વાતે જોર પકડેલું જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે આ બાબતમાં કેટલી સત્યતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!