રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ખાસ કરીને હાઇવે ઉપર મોટા મોટા વાહનોના અકસ્માત થતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. થોડા સમય પહેલા જ એક મોટા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોતની નીપજ્યું હતું. ફરી એવા એક મોટા ઉદ્યોગપતિ નું અકસ્માતમાં મોત નીપજ્યું છે.
આ ઘટના પાણીપતમાં આવેલા બડોલી ગામ પાસે બની હતી. જેમાં બિઝનેસમેન સતીશ મિત્તલનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું કે સતીશ મિત્તલ સાથે તેના ભાભી રેખા, તેની ભત્રીજી મુસ્કાન અને ભત્રીજો સાહિલ અને બીજા એક ભાભી પણ સવાર હતા જાણવા મળ્યું કે 4 નવેમ્બરના રોજ મૃતક સતીશ મિત્તલની ભત્રીજી ના લગ્ન હોય તે લોકો કરનાલ માં લગ્ન માટે ગયા હતા.
અને સવારે કન્યાને વિદાય બાદ આખો પરિવાર પાણીપતમાં પરત ફરી રહ્યો હતો. આ સમયે રસ્તા ઉપર એક ટ્રક ઊભેલો હતો જે કારચાલક ને દેખાઈ ન આવતા કાર તેની પાછળ ઘૂસી ગઈ હતી અને આ ગંભીર અકસ્માત થયો હતો આ ઘટના બાદ મૃતક ના ભાઈ સંજીવ મિત્તલે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો આ અકસ્માતમાં બે મહિલાઓ અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેઓને અસ્પતાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ આ ગંભીર અકસ્માત તથા જોવા વાળા ના તો હોંશ ઉડી ગયા હતા. અકસ્માત થતાની સાથે જ કારનો કુરચો બોલી ગયો હતો આમ આવા અકસ્માતો અવારનવાર થતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!