ભયંકર અકસ્માત: અકસ્માત એવો થયો જેમા ડ્રાયવર નું સીટ ઉપરજ……
ગુજરાત માંથી રોજેરોજ અકસ્માત ના કિસ્સા સામે આવતા રહે છે. અકસ્માત માં ઘણા લોકો મૃત્યુ ને ભેટતા હોય છે. એવામાં ફરી મોરબી જિલ્લા માંથી એક હચમચાવી દે તેવો અકસ્માત સામે આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર થયો કે, કાર ડ્રાયવર નું તો ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત થતા રસ્તા પર ભારે ભીડ ઉમટી પડી હતી.
અકસ્માત નો આ બનાવ મોરબી જિલ્લા માં બન્યો હતો. જેમાં એક કાર એક ટ્રક ની પાછળ ઘુસી ગઈ હતી. અને કાર ચાલાક નું આ ગમખ્વાર અકસ્માત માં મોત થયું હતું. મોરબી જિલ્લા ના રોહિશાળા નજીક ટ્રક અને કાર વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર થયો કે કાર ચાલક ની બોડી અકસ્માત બાદ કાર માં જ ફસાય ગઈ હતી.
કાર ચાલક ની લાશ ને બહાર કાઢવા ભારે મુસીબત નો સામનો કરવો પડ્યો. મહામથામણ બાદ બોડી બહાર કાઢી હતી. અકસ્માત ની જાણ 108 ની ટિમ ને થતા તરત જ દોડી આવી હતી. અકસ્માત માં જે કાર ભોગ બની તે સુરત જિલ્લા ના આર.ટી.ઓ માં રજીસ્ટર થયેલી કાર છે. આ બનાવ થતા જ રસ્તા માં ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!